Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

અમરનાથ યાત્રાની સુરક્ષા સેનાને સોંપવાની માંગણી

વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા વિશ્વ હિન્દુ પરિષદે અમરનાથ યાત્રાની સુરક્ષાની જવાબદારી સેનાને સોંપી દેવા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એેનએન વોરા અને મુખ્યમંત્રી મહેબુબા મુફતીને અપીલ કરી છે. સેનાને ફ્રી હેન્ડ આપવા માટેની અપીલ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે અમરનાથયાત્રા માટે વૈકલ્પિક લેહ-કારગિલ રૂટને ખોલવા માટેની માંગ કરી છે અને કહ્યું છે કે આનાથી રાહત થશે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને મહેબુબા મુફતી અને વોરાને પત્ર લખીને આ મુજબની અપીલ કરી છે.
વોરા શ્રીઅમરનાથ મંદિર બોર્ડના ચેરમેન તરીકે છે. અલગતાવાદીઓ દ્વારા વારંવાર અડચણો ઉભી કરવા, પથ્થરબાજો અને ત્રાસવાદીઓ દ્વારા યાત્રાને ખોરવી નાખવાની દહેશત રહેલી છે. આવી સ્થિતિમાં સરકારે અમરનાથ યાત્રા માટે લેહ-કારગિલ-દ્રાસ-બલતાલ રૂટને ખોલી દેવામાં આવે તે જરૂરી છે. જૈને માંગણી કરતી કર્યું છે કે લેહ-કારગિલ રૂટ ન્યાયતંત્ર દ્વારા અને અમરનાથ બોર્ડ દ્વારા સૂચવવામાં આવ્યો છે. લેહ-કારગિલ રૂટ પર ઓછી સુવિધાની જરૂર પડી શકે છે અને શ્રદ્ધાળુઓને પણ રાહત થઈ શકે છે. અમરનાથ યાત્રા ૨૯મી જુનથી શરૂ થઈ રહી છે જે સાતમી ઓગષ્ટ સુધી ચાલશે.

Related posts

दिल्ली-मुंबई के बीच जल्द चलेगी नई और तेज रफ्तार वाली राजधानी

aapnugujarat

બદનક્ષી કેસ : જેઠમલાણી-જેટલીની વચ્ચે દલીલબાજી

aapnugujarat

હૈદરાબાદમાં પ્રેમીકાએ પ્રેમીને વીડિયો કોલ કરી લગાવી ફાંસી

aapnugujarat

Leave a Comment

URL