Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

નીતિશ પોતે ચારા કૌભાંડના ગુનેગારોની સાથે છે : ભાજપ

સનસનાટીપૂર્ણ ઘાસચારા કૌભાંડ કેસમાં આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ સામે ક્રિમિનલ ટ્રાયલ યોજવાના સુપ્રિમ કોર્ટના આદેશનું સ્વાગત કરીને ભાજપે આજે કહ્યું હતું કે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ નથી કારણ કે મુખ્યમંત્રી નીતિશકુમાર પોતે ગુનેગારો સાથે સામેલ છે. નીતિશકુમાર કહી રહ્યા છે કે તેઓ ભ્રષ્ટાચાર સાથે બાંધછોડ કરશે નહીં પરંતુ નીતિશકુમાર પોતે ઘાસચારા કૌભાંડના સૌથી મોટા અપરાધી સાથે ગઠબંધન ધરાવે છે જે દર્શાવે છે કે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ નથી. ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું છે કે ભાજપ સુપ્રિમ કોર્ટના ચુકાદાને ટેકો આપે છે. લોકોની પણ આવી જ ભાવના રહેલી છે. ભાજપના અન્ય એક નેતા નંદકિશોર યાદવે કહ્યું છે કે બિહારમાં ઘાસચારા કૌભાંડના કારણે ઘણી તકલીફ આવી રહી છે. આ સ્વાભાવિક છે કે અપરાધી લોકો રાજનીતિમાં છે જેથી કામ થઈ રહ્યું નથી. નીતિશકુમાર આ પ્રકારના ગુનેગારો સાથે ગઠબંધન ધરાવે છે તે વાત ગળે ઉતરી રહી નથી. અમે સુપ્રિમ કોર્ટના આદેશને સ્વીકારીશું અને ચુકાદામાં ધ્યાન આપીશું. ભાજપના વરિષ્ઠ નેતાઓની પ્રતિક્રિયા આરજેડીની મુશ્કેલી વધારી શકે છે. સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ બિહાર ભાજપે રાજકીય ગુગલી ફેંકી દીધી છે. નીતિશકુમારને લાલુનો સાથ છોડી દેવાની અપીલ કરવામાં આવી છે. લાલુનો સાથ છોડીને તેમની સાથે આવવા ભાજપે અપીલ કરી છે. ભાજપની આ ખૂબ જ વ્યૂહાત્મક રણનીતિ તરીકે અપીલને ગણવામાં આવે છે. છેલ્લા અનેક પ્રસંગો ઉપર આરજેડી અને જેડીયુ વચ્ચે મતભેદો સપાટી પર આવી ચુક્યા છે. તેમના નેતઓની વચ્ચે શાબ્દિક આક્ષેપબાજી થઈ ચુકી છે. આવી સ્થિતિમાં ભાજપે પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ઓફર કરીને રાજકીય ગરમી જગાવી દીધી છે. જેડીયુ અને આરજેડી વચ્ચેના સંબંધો ભાજપની આ ગુગલીથી વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બિહાર વિધાનસભામાં જેડીયુ અને ભાજપ બંને મળીને બહુમતીના આંકડા સુધી પહોંચી શકે છે પરંતુ જેડીયુએ ભાજપની ઓફરને તરત જ ફગાવી દીધી છે.
જેડીયુના નેતાઓએ કહ્યું છે કે પ્રજાએ આ જનમત પાંચ વર્ષ સુધી સાંપ્રદાયિક તાકતોની સામે આપ્યો છે. ભાજપની સાથે નીતિશના જવાનો કોઈ મતલબ નથી. બીજી બાજુ જાણકાર લોકોનું કહેવું છે કે જો લાલુ પ્રસાદ બીજી વખત જેલભેગા થશે તો નીતિશકુમાર માટે ચોક્કસપણે મોટી સમસ્યા ઉભી થઈ શકે છે.

Related posts

Cloudburst hits Chamoli, Tehri districts in Uttarakhand, 4 died

aapnugujarat

વિમાની સર્વિસથી યુપીના તમામ નાના શહેર જોડાશે : યુપી સરકાર દ્વારા તૈયારીઓ શરૂ

aapnugujarat

देश में कोरोना संक्रमितों का आंकड़ा 64 लाख के पार

editor

Leave a Comment

URL