Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

ઘાસચારા કૌભાંડમાં લાલુને રાહત નહીં : ટ્રાયલ માટે સુપ્રિમનો હુકમ

રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુપ્રિમ કોર્ટે સમગ્ર દેશને હચમચાવી મુકનાર ૧૦૦૦ કરોડ રૂપિયાના ઘાસચારા કૌભાંડ કેસમાં ઝારખંડ હાઈકોર્ટ દ્વારા તેમની સામે આરોપોને પડતા મુકવાનો વિરોધ કરીને સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજુરી આપી હતી. ફોજદારી કાવતરા માટે ટ્રાયલનો આદેશ સુપ્રિમ કોર્ટે આજે આપી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ બિહારના મુખ્યમંત્રી તરીકેના ગાળા દરમિયાન ભ્રષ્ટાચાર બદલ ક્રિમિનલ ચાર્જના મામલામાં લાલુ પ્રસાદ યાદવ સામે ખટલો ચલાવવામાં આવશે. તેમની સામે ટ્રાયલ ચલાવવાના સુપ્રિમ કોર્ટના આદેશથી આરજેડીમાં પણ મોટો ફટકો પડી ગયો છે. આગામી દિવસો લાલુ પ્રસાદ યાદવને વધુ મુશ્કેલીમાં મુકી શકે છે. સુપ્રિમ કોર્ટે આજે ટ્રાયલ ચલાવવાનો આદેશ આપતા કહ્યું હતું કે ફોજદારી કાવતરા સહિત વધુ ગંભીર પ્રકારના આક્ષેપોને દુર કરવાની લાલુ પ્રસાદ યાદવની અરજીને ફગાવી દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ઘાસચારા કૌભાંડ કેસો પૈકીના એકમાં અપરાધી ઠેરવવામાં આવ્યા બાદ લાલુ પ્રસાદ યાદવ સામે ટ્રાયલ ઉપર સ્ટે મુકવાના વર્ષ ૨૦૧૪ના આદેશને પણ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે હાઈકોર્ટે તેના તારણો ઉપર સતત મક્કમ રહેવું જોઈએ. એક કેસમાં આરોપીના જુદા જુદા સેટ માટે જુદા જુદા અભિપ્રાય આપવા જોઈએ નહીં. સુપ્રિમ કોર્ટે આ સમગ્ર મામલાની સુનાવણી ચલાવતી વેળા સીબીઆઈની પણ ઝાટકણી કાઢી હતી. આ કેસમાં હાઈકોર્ટના આદેશની સામે અપીલ દાખલ કરવામાં વિલંબ બદલ સીબીઆઈની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તપાસ સંસ્થાના ડિરેકટરે આ મહત્વપૂર્ણ મામલામાં ધ્યાન આપવું જોઈએ. સીબીઆઈએ વર્ષ ૨૦૧૪ના ઝારખંડ હાઈકોર્ટના આદેશને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ઝારખંડ હાઈકોર્ટે એવા આધાર ઉપર લાલુ પ્રસાદ યાદવ સામે ચાર પેન્ડીંગ ઘાસચારા કૌભાંડ કેસોને રદ કરી દીધા હતા કે એક કેસમાં અપરાધી જાહેર કરવામાં આવેલી વ્યક્તિને સાક્ષીઓ અને પુરાવાના આધાર ઉપર આવા જ કેસોમાં અન્ય વખત ટ્રાયલમાં ખેંચી શકાય નહીં. કોર્ટે ૨૦મી એપ્રિલના દિવસે આ કેસમાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સાથે સાથે એક સપ્તાહની અંદર પોતાની રજુઆતો આપવા તમામ સંબંધિત પક્ષોને સૂચના આપી હતી. કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર પણ સુનાવણી ચલાવી હતી. કોર્ટે આ કેસના સંબંધમાં તેમની જેલની સજાને પડકાર ફેંકીને લાલુએ અરજી કરી હતી.
સીબીઆઈએ ઝારખંડ હાઈકોર્ટ દ્વારા લાલુ યાદવ સામે કાવતરા આરોપોને પડતા મુકવાની સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ઘાસચારા કૌભાંડ કેસો પૈકીના એકમાં લાલુ યાદવ સામે કાવતરા આરોપોને ઝારખંડ હાઈકોર્ટે પડતા મુક્યા હતા. તપાસ સંસ્થાએ એ વખતે હાઈકોર્ટના આદેશ સામે તેની નવેસરની અપીલ દાખલ કરી હતી.
લાલુ યાદવની મુશ્કેલી હવે દિન પ્રતિદિન વધી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૭ વચ્ચેના ગાળામાં જ્યારે લાલુ બિહારના મુખ્યમંત્રી હતા ત્યારે જુદા જુદા જિલ્લાઓમાંથી પશુ સંવર્ધન વિભાગ દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયાની ઉંચાપત સાથે સંબંધિત ઘાસચારા કૌભાંડના કેસો સપાટી ઉપર આવ્યા હતા.

Related posts

आंध्र प्रदेश के ईस्ट गोदावरी में वैन पलटने से 7 की मौत

editor

લોકસભામાં રાહુલનાં આકરા પ્રહારો : ૧૫ લાખ ક્યારે આવે છે

aapnugujarat

heavy water inflow 8 gates of Sriram Sagar project opened fully

aapnugujarat

Leave a Comment

URL