Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાસગંજમાં કોમી હિંસા જારી : સરકારે માંગ્યો રિપોર્ટ

ઉત્તરપ્રદેશના કાસગંજમાં કોમી હિંસાનો દોરક આજે પણ જારી રહ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી હિંસાની ઘટનાઓનો દોર જારી રહેતા ઉત્તરપ્રદેશ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા તમામ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. સ્થિતી હજુ પણ સામાન્ય બની રહી નથી. આજે હિંસાનો દોર જારી રહ્યો હતો. જેના ભાગરૂપે એક દાર્મિક સ્થળ પર તોડફોડ કરવામાં આવી હતી. સાંપ્રદાયિક હિંસા વધી જવાની દહેશત હાલમાં દેખાઇ રહી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મજબુત સુરક્ષા હોવા છતાં હિંસાના છુટાછવાયા બનાવો બની રહ્યા છે. કોમી હિંસાના દોર વચ્ચે હવે કેન્દ્ર સરકારે પણ આની ગંભીર નોંધ લીધી છે અને યોગી સરકાર પાસેથી કાસગંજ હિંસાના મામલામાં વિસ્તૃત રિપોર્ટ આપવા માટે સૂચના આપી છે. બીજી બાજુ ચંદન ગુપ્તાની હત્યાના આરોપીના સમાજવાદી પાર્ટી સાથે કનેક્શન હોવાની વિગત સપાટી ઉપર આવી છે. આરોપી ત્રણેય ભાઈઓ પૈકી એક વસીમને સમાજવાદી પાર્ટીના નેતાઓના નજીકના સાથી તરીકે ગણવામાં આવે છે. અલબત્ત તેના પાર્ટીમાં કોઇ હોદ્દા પર હોવાની વિગત સપાટી ઉપર આવી નથી. ચંદન ગુપ્તાની હત્યાના મામલામાં ત્રણ સગા ભાઈ નસીમ, વસીમ અને સલીમની સંડોવણી હોવાની વિગતો ખુલી છે. તપાસનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું છે કે, હિંસાના મામલામાં તમામ સામે કાર્યવાહી થશે. સોમવારે મોડી રાત્રે માલગોદામરોડ પર સ્થિત દુકાનમાં આગ લગાવી દેવામાં આવ્યા બાદ વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. આજે કાસગંજના અમનપુર વિસ્તારમાં સ્થિત ધાર્મિક સ્થળ પર તોડફોડ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ જવાનો પહોંચી ગયા હતા. આ પહેલા પોલીસે હિંસાના મામલે કાર્યવાહી કરીને નજરે ગેટ વિસ્તારમાં કેટલાક લોકોને કસ્ટડીમાં લઇ લીધા છે. આને લઇને વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થયો હતો. બજારો અને દુકાનો બંધ સ્થિતીમાં છે. જોકે જિલ્લામાં ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે. હિંસાના આરોપી મોહસીન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી ચુકી છે. અત્રે નોંધનીય છે કે કાસગંજમાં પ્રજાસત્તાક દિવસના પ્રસંગે તિરંગા યાત્રા દરમિયાન બે સમુદાય વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ દરમિયાન અભિષેક ગુપ્તા ઉર્ફે ચંદન નામના ૨૨ વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદથી કાસગંજમાં કોમી હિંસાનો દૌર જારી રહ્યો છે. બે સમુદાયના લોકો આમને સામનો આવી ગયા છે. કાસગંજમાં હિંસા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકારની ચારેબાજુ વિરોધ પક્ષ દ્વારા ટિકા કરવામાં આવી રહી છે. યોગી આદિત્યનાથે લાલ આંખ કર્યા બાદ પોલીસ મહાનિર્દેશક ઓપીસિંહે કાસગંજ હિંસાને લઇને તમામ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે કોમી એકતા જાળવી રાખવા માટે બેઠક કરવા નિર્દેશ આપ્યા છે. તેમના તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં કહ્યુ છે કે તમામ દોષિતો અંગે માહિતી મેળવીને તેમની સામે ટુંક સમયમાં જ કાર્યવાહી કરવામાં આવનાર છે. યુપીના પોલીસ અધિકારીએ કહ્યુ છે કે સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે.

Related posts

AAP બની રાષ્ટ્રીય પાર્ટી

aapnugujarat

બીઆરડી બાદ ફરૂખાબાદમાં ૪૯ બાળકના મોતથી ચકચાર

aapnugujarat

कोरोना संक्रमित मरीजों के घर के बाहर पोस्टर नहीं लगाने चाहिए : सुप्रीम

editor

Leave a Comment

UA-96247877-1