Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓવેસીનું ‘પદ્માવત’ ફિલ્મ ન જોવા મુસ્લિમ સમાજને આહ્વાન

ઓલ-ઇન્ડિયા-મજલીસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લીમીનનાં અધ્યક્ષ અને હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન ઓવેસીએ ફિલ્મ પદ્માવત મુદ્દે વિવાદનો મધપુડો છંછેડતું નિવેદન કરીને કહ્યું છે કે પદ્માવત ફિલ્મ બકવાસ છે મુસ્લિમ બિરાદરો તેને ના જુએ અને પોતાના અમુલ્ય બે કલાક તેની પાછળ વેડફવાની જગ્યાએ બીજા સારા કામો કરવા માટે તમને જીવન મળ્યું છે તે સારા કામો પાછળ પોતાનો સમય આપે.પદ્માવત ફિલ્મ જોવા પાછળ બે કલાક બગાડવા એ માત્ર ને માત્ર સમયની બરબાદી જ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ યોગાનુયોગ એક મુસ્લિમ લેખકે લખેલી વાર્તા પરથી સર્જન પામી છે. ફિલ્મ સાવ બકવાસ છે અને ગલીચ છે, જેને જોવામાં સમયની બરબાદી સિવાય બીજું કઈ જ નથી.વધુમાં તેમણે ફિલ્મને મનહૂસ પણ ગણાવી હતી જેને લઈને વિવાદોનો નવો મધપુડો છંછેડાય તો નવાઈ નહી.જ્યારે તેના સ્વભાવથી વિપરીત જઈને ઓવેસીએ રાજપૂત સમાજના વખાણ કરતા કહ્યું હતું કે,મુસલમાનોએ રાજપૂતો પાસેથી શીખવું જોઈએ જેઓ તેમની રાણીનાં સમર્થનમાં ઉભા છે. તેઓ આપણને અરીસો બતાવી રહ્યા છે અને ફિલ્મ ન બતાવાય તે દિશામાં તેઓ પ્રયત્ન કરી રહ્યા છે.આ મુદ્દે જ્યાં રાજપૂતો એક થઇ ઉભા છે ત્યાં મુસલમાનો આજે વહેચાયેલા છે. તેઓ ઇસ્લામનાં નિયમોમાં ફેરફાર થવા છતાય તેનો વિરોધ કરતા નથી એમ પણ તેમણે જણાવ્યું હતું.ઓવેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફિલ્માં રીવ્યુ કરવા માટે ૧૨ સદસ્યોની જે પેનલ બનાવી અને તેમાંના કેટલાક દ્રશ્યો હતા તે હટાવડાવ્યા. જયારે આ ફિલ્મના મુખ્ય લેખક મલિક મોહમ્મદ જાયસી છે જેમને આ વાર્તા ૧૫૪૦ માં લખી હતી પરંતુ તે માટેનું કોઈ ઐતિહાસિક આધારભૂત પ્રમાણ નથી મળતું. તે છતાં ઉપન્યાસ પર આધારિત ફિલ્મને બતાવવા માટે સરકાર ખૂબ જ રસ લઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે,જયારે મુસ્લિમ કાયદો (ત્રિપલ તલાક મુદ્દો) રચવાની વાત આવે છે ત્યારે પ્રધાનમંત્રી મુસ્લિમ નેતાઓનું મંતવ્ય લેવાનું જરુરી નથી માનતા

Related posts

જમ્મુના ડોડામાં આભ ફાટતાં છનાં મોત :અનેક મકાનો ધરાશાયી

aapnugujarat

વડાલી સિવિલમાં પરિવાલ કલ્યાણ વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

aapnugujarat

શ્રીનગરમાં બે આતંકીઓ ઠાર

editor

Leave a Comment

UA-96247877-1