પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ આવતીકાલથી કોમર્શિયલ કારણોસર કરાંચી અને મુંબઇ વચ્ચેની તેની ફ્લાઇટ બંધ કરનાર છે. અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ કરાંચી અને મુંબઈ વચ્ચે સોમવાર અને ગુરુવાર એમ સપ્તાહમાં બે ફ્લાઇટ ઓપરેટ કરે છે. જો કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સના લાહોર-નવીદિલ્હી ફ્લાઇટ ઓપરેશનને યથાવતરીતે ચાલુ રાખવામાં આવશે. આ રુટ ઉપર હજુ પણ ટ્રાફિક સંતોષજનક છે. અધિકારીઓનું કહેવું છે કે, કરાંચી-મુંબઈ રુટ ઉપર કામકાજને બંધ કરી દેવામાં આવ્યા બાદ લાહોર-દિલ્હી રુટ ઉપર ટ્રાફિક વધી જાય તેમ માનવામાં આવે છે. કરાંચીથી મુંબઈ અને મુંબઈથી કરાંચી વચ્ચેની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્,સની ફ્લાઇટો ૮મી એપ્રિલથી રહેશે નહીં. આ રુટ ઉપરની ફ્લાઇટો માટે બુકિંગની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. ખુબ જ ઓછા ટ્રાફિકના પરિણામ સ્વરુપે કરાંચી-મુંબઈ રુટ ઉપર સેવા બંધ કરવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં આ સેવા ફરી શરૂ કરવાના પાસા ઉપર મોડેથી વિચારણા કરાશે. નામ જાહેર નહીં કરવાની શરતે એક અધિકારીએ કહ્યું છે કે, છેલ્લા છ મહિનાથી આ રુટ ઉપર જંગી નાણાંકીય નુકસાન થઇ રહ્યું હતું જેથી હવે આ રુટ ઉપરની સેવાને બંધ કરવાના કારણ ઉપર પહોંચી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ રુટ ઉપર સરકાર દ્વારા કોઇ ખાસ સબસિડી આપવામાં આવી રહી નથી જેથી નજીકના ભવિષ્યમાં પણ વહેલી તકે આ સેવા શરૂ કરવાની તૈયારી નથી. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સેના દ્વારા બે ભારતીય જવાનોના માથા કાપી દેવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ખુબ જ તંગ બની ગયા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે આ ફ્લાઇટ બંધ કરી છે. બીજી બાજુ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે એવા અહેવાલને રદિયો આપ્યો છે કે, બંને દેશો વચ્ચેના તંગ સંબંધોના લીધે આ સેવા બંધ કરાઈ છે.
પાછલી પોસ્ટ