શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ઘટાડો થયો છે. પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૩૨૯૫૯.૫૦ કરોડનો ઘટાડો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાઈ ગયો છે. જે કંપનીઓની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન તેમની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે તેમાં આરઆઈએલ ઉપરાંત ઓએનજીસી, આઈઓસી, એચડીએફસી બેંક અને આઈટીસીનો સમાવેશ થાય છે. જ્યારે ટીસીએસ, એસબીઆઈ, એચયુએલ, ઇન્ફોસીસ અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. આરઆઈએલની માર્કટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૨૧૫૨૩.૮૩ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૪૩૧૯૭૨.૦૯ કરોડ થઇ ગઇ છે. ટોપ ૧૦ કંપનીઓ પૈકી આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. ઓએનજીસીની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહ દરમિયાન ૩૭૨૧.૬૪ કરોડ ઘટી છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૨૩૫૩૬૧.૫૩ કરોડ થઇ છે. આવી જ રીતે આઈઓસીની માર્કેટ મૂડીમાં ૩૨૫૩.૪૬ કરોડ સુધીનો ઘટાડો થયો છે. એચડીએફસી બેંક અને આઈટીસીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૨૫૭૭.૭૩ અને ૧૮૮૨.૮૪ કરોડ સુધીનો ઘટાડો થયો છે જ્યારે ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૯૪૨૮.૫૦ કરોડનો વધારો નોંધાતા તેની માર્કેટ મૂડી વધીને ૪૫૭૧૨૯.૪૩ કરોડ થઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ ફરી એકવાર પ્રથમ ક્રમાંકે પહોંચી ગઈ છે. આરઆઈએલ કરતા તેની માર્કેટ મૂડી વધી ગઈ છે. છેલ્લા સપ્તાહમાં જ ટીસીએસે પ્રથમ ક્રમાંક ફરી હાસલ કરવામાં સફળતા મેળવી હતી. આરઆઇએલ બીજા ક્રમ પર અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાને છે. બેંચમાર્ક ઇન્ડેક્સમાં છેલ્લા સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ક્રમશઃ ૬૦ પોઇન્ટ અને ૧૯ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો જે કંપનીઓની મૂડીમાં વધારો નોંધાયો છે તેમાં એસબીઆઈ એચયુએલ, એચડીએફસીનો સમાવેશ થાય છે. એસબીઆઈની માર્કેટ મૂડી વધીને ૨૪૦૦૧૧.૨૨ કરોડ થઇ ગઇ છે. એચયુએલની માર્કેટ મૂડી વધીને ૨૦૬૪૪૬.૪૯ કરોડ થઇ ગઇ છે.
પાછલી પોસ્ટ