Aapnu Gujarat
રાષ્ટ્રીય

છેલ્લા બે વર્ષમાં પાક દ્વારા દરરોજ ગોળીબાર કરાયો : અહેવાલ

વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬માં જમ્મુ કાશ્મીરમાં અંકુશરેખા પર દરરોજ પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામ ભંગ કરીને ગોળીબાર કરવાનો એક બનાવ બની રહ્યો છે. આરટીઆઈ અરજીના જવાબમાં ગૃહમંત્રાલય દ્વારા આ મુજબની કબૂલાત કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષના ગાળામાં ૨૩ સુરક્ષા જવાનો શહીદ થયા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૬ વચ્ચેના ગાળામાં ૧૧૪૨ ત્રાસવાદી બનાવો બન્યા છે જેમાં ૨૩૬ સુરક્ષા જવાનો અને ૯૦ નાગરિકોના મોત થયા છે. આજગાળામાં એન્કાઉન્ટરોમાં ૫૦૭ ત્રાસવાદીઓ પણ માર્યા ગયા છે. અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાને વર્ષ ૨૦૧૬માં અંકુશ રેખા ઉપર ૪૪૯ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ૨૦૧૫માં ૪૦૫ વખત યુદ્ધ વિરામનો ભંગ કરાયો છે. મેજેર જનરલ (નિવૃત્ત) જીડી બક્ષીનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા ભારત સામે એક પ્રકારનું કોવર્ટ યુદ્ધ ચલાવવામાં આવી રહ્યું છે. ૨૦૧૨માં જમ્મુ કાશ્મીરમાં ૨૨૦ ત્રાસવાદી બનાવોની સરખામણીમાં ૨૦૧૬માં ૩૨૨ બનાવો બન્યા છે જેમાં ૮૨ સુરક્ષા જવાનો શહીદ થયા છે. ૧૫ નાગરિકોના મોત થયા છે. આરટીઆઈ અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૨માં ૨૨૦ ત્રાસવાદી બનાવો બન્યા હતા જેમાં ૧૫ સુરક્ષા જવાનોના મોત થયા છે અને ૭૨ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. ૨૦૧૩માં ત્રાસવાદી બનાવોમાં ૫૩ સુરક્ષા જવાનો અને ૧૫ નાગરિકોના મોત થયા છે. ૬૭ ત્રાસવાદીઓ પણ આ ગાળામાં માર્યા ગયા છે. આતંકવાદી ગતિવિધિ સતત ચાલતી રહી છે જેથી સુરક્ષા જવાનો સામે પણ પડકારરુપ સ્થિતિ રહી છે.

Related posts

दिल्ली बनाम केंद्र : राज्यसभा में आवाज बुलंद करेगी आप

aapnugujarat

જાકીર મુસા ગેંગના ચાર સભ્યો સિવાય તમામનો ખાતમો

aapnugujarat

રાફેલ ડિલ : ખરીદી પ્રક્રિયાની માહિતી આપવા કેન્દ્રને આદેશ

aapnugujarat

Leave a Comment

URL