Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

મોદી ૧૧મી મેના દિવસે શ્રીલંકાની યાત્રા પર જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧મી મેના દિવસે શ્રીલંકાની મુલાકાત લેનાર છે. સૌથી મોટા બૌદ્ધ ઉત્સવના ભાગરુપે તેઓ પહોંચનાર છે. ઇન્ટરનેશનલ ડે ઓફ વૈશાખ તરીકે પણ આને ગણવામાં આવે છે. આની ઉજવણી શ્રીલંકામાં ૧૨મી મેથી ૧૪મી મે દરમિયાન કરવામાં આવશે. શ્રીલંકામાં ઇન્ટરનેશનલ બૌદ્ધ પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં ૧૦૦થી વધુ દેશોના ૪૦૦ પ્રતિનિધિઓ ભાગ લેનાર છે. બે દિવસની યાત્રા દરમિયાન મોદી કેન્દ્રીય પ્રાંતમાં કેન્ડીની મુલાકાત લેશે. જે ચા માટે ખુબ જ વિશ્વ પ્રસિદ્ધ છે. તેઓ દ્વારા ચાના બગીચામાં કામ કરનાર વર્કરોને પણ મળવાની ઇચ્છા છે. મોદી ચા ગાર્ડનમાં કામ કરતા લોકોને સંબોધશે. શ્રીલંકાની તેમની બીજી યાત્રાના ભાગરુપે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. યજમાન દેશ દ્વારા ૬૦૦૦થી વધુ સુરક્ષા જવાનો ગોઠવવામાં આવનાર છે. બે ૨૦૧૫માં પણ મોદી શ્રીલંકા ગયા હતા. તેમના સમકક્ષ રાનીલ વિક્રમસિંઘેની યાત્રાના અનુસંધાનમાં આ યાત્રા આવી રહી છે. આ યાત્રા દરમિયાન બંને દેશો આર્થિક સંબંધોને મજબૂત કરવા શ્રેણીબદ્ધ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરશે. રાનીલ સાથે પારસ્પરિક હિતોના મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરાશે.

Related posts

એનઆઈએ દ્વારા અલગતાવાદીઓની આકરી પૂછપરછ કરાઈ

aapnugujarat

રેલ-રોડ નહીં હવે વોટર વેનો જમાનો છે : નવી મુંબઈ વિમાની મથકનું ભૂમિપૂજન કર્યા બાદ સંબોધન

aapnugujarat

લુધિયાણા કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ ૬૨ વોર્ડમાં જીત્યું, અકાલી દળને ૧૧-ભાજપને ૧૦ સીટ મળી

aapnugujarat

Leave a Comment

URL