Aapnu Gujarat
રાષ્ટ્રીય

નક્સલગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓની આજે બેઠક

નક્સલવાદીના દૂષણને રોકવાના મજબૂત ઇરાદા વચ્ચે નક્સલવાદી ગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક આવતીકાલે યોજાનાર છે જેમાં ટોચના પોલીસ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેનાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં આ બેઠક મળી રહી છે જેમાં નક્સલવાદીગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેનાર છે. આ બેઠકમાં જે રાજ્યોના મુખ્યમંત્રીઓને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે તેમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. ગૃહમંત્રાલયના અધિકારીઓએ બેઠકના એક દિવસ પહેલા આજે કહ્યું હતું કે, છત્તીસગઢમાં નક્સલીઓના હુમલામાં ૨૬ સીઆરપીએફ જવાનો શહીદ થયાના બે સપ્તાહ બાદ આ મિટિંગ યોજવામાં આવી રહી છે જેમાં નક્સલવાદી દૂષણને રોકવાના પાસા ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થશે. નવી આક્રમક રણનીતિ તૈયાર કરવામાં આવે તેમ માનવામાં આવે છે. રાજનાથસિંહ કેન્દ્ર સરકાર તરફથી આક્રમક રુપરેખા રજૂ કરી શકે છે. ખુવારીને ઘટાડવાના હેતુસર વધુ અસરકારક નક્સલ વિરોધી વ્યૂહરચના તૈયાર કરવામાં આવનાર છે. મળેલી માહિતી મુજબ આ બેઠકમાં નક્સલવાદીગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, બેઠકમાં રાજનાથસિંહ અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમની પોતાની યોજના તૈયાર કરવા માટે પણ કહી શકે છે. ગૃહમંત્રાલય અને રાજનાથસિંહ સુરક્ષા અધિકારીઓને કહી ચુક્યા છે કે, નક્સલવાદીઓ દ્વારા વારંવાર કરવામાં આવતા હુમલાઓને કઈ રીતે રોકવામાં આવે તેના ઉપર રુપરેખા રજૂ કરવામાં આવે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જ્યારે વિકાસ કામગીરી હાથ ધરવામાં આવે છે અથવા તો માર્ગ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે છુપા હુમલા કરવામાં આવે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વિકાસની કામગીરી અને માર્ગ નિર્માણના મુદ્દા ઉપર ચર્ચા થશે. આ બેઠકમાં મુખ્યમંત્રીઓ એક વૈકલ્પિક આધુનિક ટેકનોલોજીને લીલીઝંડી આપશે. જે પ્રોજેક્ટોને ઝડપથી પૂર્ણ કરવામાં મદદરુપ થશે. ગૃહમંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, હાલમાં માઓવાદી પ્રવૃત્તિના ૯૦ ટકા વિસ્તાર ૩૫ જિલ્લાઓની હદમાં છે. ૧૦ રાજ્યોમાં ૬૮ જિલ્લાઓમાં માઓવાદી હજુ પણ સક્રિય રહેલા છે. આવતીકાલની બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી અન્ય પ્રધાનો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ બેઠકને હિંસાને રોકવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે ગણવામાં આવે છે.

Related posts

કમાણીની દૃષ્ટિએ કોમર્શિયલ સેટેલાઈટોનો કારોબાર વધ્યો

aapnugujarat

पेंशन योजनाओं में बडे बदलावों की तैयारी में सरकार

aapnugujarat

૨૦૧૯માં મોદીની પીએમ તરીકે હવે વાપસી નહીં થાય : કોંગ્રેસ પાર્ટીમાં ધીમી ગતિએ નવા પ્રાણ ફુંકાયા

aapnugujarat

Leave a Comment

URL