Aapnu Gujarat
તાજા સમાચાર બિઝનેસ

ભારત વિશ્વનું સૌથી મોટું ટુ-વ્હીલર માર્કેટ બન્યું

ભારત ટૂ વ્હિલર માર્કેટમાં ચીનને પછાડીને વિશ્વનું સૌથી મોટુ બજાર બની ગયું છે. સમગ્ર દેશમાં મળીને કુલ ૧૭.૭ મિલિયન જેટલા ટૂ વ્હિલર વેચાયા છે, એટલે કે પ્રત્ચેક દિવસે દેશમાં ૪૮,૦૦૦ જેટલા સ્કૂટર-બાઈક વેચાયા છે. જ્યારે ચીનમાં ગયા વર્ષે ૧૬.૮ મિલિયન જેટલા સ્કૂટર-બાઈક વેચાયા હતા.ગ્રામ્ય ભારતની આર્થિક શક્તિમાં વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા ઉપરાંત ટૂ વ્હીલરની જંગી ખરીદીમાં મહિલા ચાલકોની સંખ્યામાં વધારાએ સૌથી મોટો ભાગ ભજવ્યો છે. શહેરોમાં સ્કૂટર વેચાણામાં મહિલાઓ શેર વધુ છે.
ગીઅરલેસ સ્કૂટરના કારણે શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા, તેમજ ખરીદી માટે જવા માટે મહિલાઓ પાસે સ્કૂટર હાથવગુ સાધન બની રહ્યું છે. ભારતમાં સ્કૂટર માર્કેટમાં અગ્રણી કંપની હોન્ડાના સ્કૂટર વેચાણમાં ૩૫% ભાગ મહિલાઓ ધરાવે છે. પાછલા કેટલાક વર્ષોની સરખામણી ચીનમાં સ્કૂટરનું માર્કેટ ખૂબ ઝડપથી નીચે ઉતરી રહ્યું છે. એક સમયે વર્ષભરમાં ૨૫ મિલિયન જેટાલ સ્કૂટર વેચાતા હતા તેની સામે આજે ૧૬.૮ મિલિયન સ્કૂટર વેચાઇ રહ્યા છે. જોકે આ પાછળનું કારણ કારના વધુ પડતા વેચાણ અને ચાઇનિઝ શહેરોમાં પેટ્રોલ ટૂ વ્હિલર પરના નવા નિયંત્રણ છે. ચાઈના એસોશિએશન ઓફ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં હવે પેટ્રોલ ટૂ વ્હીલરની જગ્યાએ ઈલેક્ટ્રિક ટૂ વ્હીલરની માગમાં વધારો થઈ રહ્યો છે.જ્યારે આ લિસ્ટમાં ઇન્ડોનેશિયાએ પોતાનું ત્રીજા નંબરનું સ્થાન જાળવી રાખ્યું છે. ગત વર્ષે ઇન્ડોનેશિયામાં ૬ મિલિયન યુનિટ વેચાયા હતા.જોકે આ આંકડો ૨૦૧૫ની સરખામણીએ ૫૦૦૦૦ જેટલો ઓછો છે.ભારતમાં ટૂ વ્હીલર ખરીદવા માટે સહેલી લોન પ્રોસેસ, નવા અને આધુનિક ટેક્નોલોજી સાથેના ફ્યુલ એફિશિએન્ટ મોડલની ઉપલબ્ધતાએ બજારમાં તેજી લાવી છે. જ્યારે ઈ-કોમર્સ જેવા બિઝનેસ મોડલની સફળતાએ પણ સ્કૂટરનીમાં માગમાં વૃદ્ધી કરી છે.દેશની સૌથી મોટી સ્કૂટર કંપની હીરો મોટોકોર્પના ટોચના ઓફિસરે કહ્યું કે, દેશના અંતરિયાળ ભાગોમાં વધતા જતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ રસ્તાના કારણે ટૂ વ્હીલરના વેચાણમાં વૃદ્ધી જોવા મળી રહી છે. સરકાર દ્વારા નાના ગામડાઓને એક બીજા સાથે જોડવાના ભાગ રૂપે પાક્કા ડામર રોડ-રસ્તા બનાવવાના પ્રોજેક્ટને કારણે ગ્રામ્ય ભારતમાં અમારા ગ્રાહકોની સંખ્યામાં જબ્બર ઉછાળ આવ્યો છે.

Related posts

अमरनाथ यात्रियों पर हमले के बाद देशभर में हाई अलर्ट

aapnugujarat

પેટાચૂંટણીમાં હાર બાદ શુક્રવારે મોદી ક્લાસ લેવાના મૂડમાં

aapnugujarat

ભારત નવેમ્બરમાં ઇરાન પાસેથી તેલ ખરીદશે નહીં

aapnugujarat

Leave a Comment

URL