Aapnu Gujarat
શિક્ષણ

નવી શિક્ષણ નીતિ અંગે રિપોર્ટ ૩૧માર્ચ સુધી આવે તેવા સંકેત

દેશની નવી શિક્ષણ નીતિમાં ક્ષેત્રિય અસમાનતા અને શિક્ષણના વેપારી સ્વરુપને ખતમ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. શિક્ષણને વધુ સરળ, સસ્તી અને લોકો સરળતાથી પોતાના બાળકોને ભણાવી શકે તે માટે ભાર મુકવામાં આવશે. દેશમાં વધુને વધુ એન્જિનિયરો, વૈજ્ઞાનિકો, તબીબો થઇ શકે તે માટે પ્રયાસ કરવામાં આવશે. આના માટે વિશ્વ સ્તરની શિક્ષણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્રિય માનવ સંશાધન રાજ્યમંત્રી સત્યપાલસિંહ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ગંગા સફાઈ માટેની જવાબદારી પણ સંભાળી રહેલા સિંહે કહ્યું છે કે, ગંગા સફાઈમાં ઔદ્યોગિક જુથ પણ સાથ આપી રહ્યા છે. આગામી છ મહિનામાં સાફ સફાઈ માટેના પરિણામ પણ દેખાવા લાગી જશે. તેમણે કહ્યું હતું કે, સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. લોકોને શિક્ષણ તેમની માતૃભાષામાં મળે તેના ઉપર ભાર મુકવામાં આવી રહ્યું છે. કારણ કે, આના કારણે વધુ ઝડપથી શિક્ષણ હાસલ કરી શકાશે. કેન્દ્ર સરકાર અંગ્રેજીનો વિરોધ કરી રહીનથી. સિંહે કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં પાંચ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરાશે જેમાં શિક્ષણ વ્યવસ્થા સસ્તી કરવા, સરળ બનાવવા અને લોકો સરળતાથી શિક્ષણ મેળવી શકે તેના પર ભાર અપાશે. આજે સરળ અને સસ્તી ગુણવત્તાવાળુ શિક્ષણ તમામને મળે તેની જરૂર દેખાઈ રહી છે. દેશના મોટા શહેરોમાં શિક્ષણ સંસ્થાઓ મોટા પ્રમાણમાં છે. ત્યારે નાના શહેરોમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જે છે તેમાં ગુણવત્તાવાળી શિક્ષણ વ્યવસ્થા નથી. નવી શિક્ષણ નીતિથી આને દૂર કરવામાં આવશે. આજે શિક્ષણ વ્યવસ્થા મોંઘી બની ચુકી છે જેથી માત્ર ૨૫ ટકા લોકો જ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે. મહિલાઓની ભાગીદારી ઉચ્ચ શિક્ષણના મામલામાં માત્ર ૧૨ ટકા છે જેને વધારીને ૨૦ ટકા સુધી લઇ જવાશે. નવી શિક્ષણ નીતિ વધુ અસરકારક બનાવાશે. સમગ્ર રાષ્ટ્રીય વિકાસની બાબત તેમાં આવરી લેવાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૧૭નો મુસદ્દો તૈયારલ કરવા અંતરિક્ષ વૈજ્ઞાનિક કસ્તુરી રંજનના નેતૃત્વમાં નવ સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિનો અહેવાલ ડિસેમ્બર ૨૦૧૭માં આવનાર હતો પરંતુ હવે ૩૧મી માર્ચ સુધી અહેવાલ આવી શકે છે. દેશમાં હજારોની સંખ્યામાં એવા શિક્ષકો છે જે અનેક જગ્યાએથી પગાર મેળવે છે. કેટલીક એવી સંસ્થા છે જે સરકાર પાસેથી અનેકરીતે લાભ મેળવતી રહે છે. આવા લોકો અને સંસ્થાઓ ઉપર અંકુશ મુકવામાં આવનાર છે. પ્રોફેસરો, સંસ્થા ચલાવનાર સંચાલકોને પણ જોડી દેવામાં આવશે. તમામની જવાબદારી નક્કી કરાશે

Related posts

સ્નાતક મેડિકલ, ડેન્ટલ કોર્સમાં પ્રવેશ નિયમમાં ફેરફાર કરાયા

aapnugujarat

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૮૮.૧૧ ટકા પરિણામ રહ્યું

aapnugujarat

સુરત જિલ્લામાં એક સ્કૂલ છે, જ્યાં મુસ્લિમ શિક્ષક દ્વારા બાળકોને ભગવદ ગીતા ભણાવવામાં આવી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1