કાશ્મીરમાં પાકિસ્તાન અને સાઉદી અરબની ટીવી ચેનલોના અપપ્રચારની નોંધ લેતાં ગૃહવિભાગે ૩૪ ચેનલોના પ્રસારણ પર પ્રતિંબધ મૂક્યો છે. કાશ્મીર ખીણમાં અનેક પ્રાઈવેટ કેબલ નેટનવર્ક સાઉદી અરબ, દુબઈ અને પાકિસ્તાનમાંથી સંચાલિત થતીં ટીવી ચેનલોનું પ્રસારણ કરે છે. આ પૈકી કેટલીક ચેનલો માત્ર કટ્ટરવાદી ઈસ્લામિક જેહાદી એજન્ડાનું પ્રસારણ કરે છે. જ્યારે અમુક ચેનલો માત્ર ભારત વિરોધી અપપ્રચાર ઓકે રાખે છે.વિદેશી ચેનલોના પ્રસારણથી થતી હાનિ અંગે તાજેતરમાં ગુપ્તચર એજન્સીઓએ પણ એલર્ટ આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ આર.કે. ગોયલે આદેશ જારી કરી પીસી ટીવી ઉર્દુ, પીસ ટીવી ઈંગ્લીશ, એઆવાય ક્યુટીવી, મદની ચેનલ, નૂર ટીવી, હાદી ટીવી, પૈગામ, હિદાયત ટીવી, સાઉદી અલ સન્ના અલ નવાબિયાહ, સઉદી અલ કુરાન અલ કરીમ, સહર, કરબલા ટીવી, પહલ એ બૈયક ટીવી, મેસેજ ટીવી, હમ ટીવી, એઆઈવાય ઝોક, એ ટીવી, જિયો ન્યૂઝ, એઆરવાય ન્યૂઝ એશિયા, અબ તક ન્યૂઝ, વાસેબ ટીવી, ૯૨ ન્યૂઝ, દુનિયા ન્યૂઝ, સામના ન્યૂઝ, જિયો તેજ, એઆરવાય ન્યૂઝનું પ્રસારણ બંધ કર્યું છે. ગોયલે જણાવ્યું હતું કે આ ચેનલો દેશની એકતા અને અખંડિતતા માટે ઘાતક છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ