પાકિસ્તાને દક્ષેસ ઉપગ્રહ યોજનાથી પોતાને અલગ રાખવા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. પાકિસ્તાને કહ્યું કે ભારત સહયોગી આધાર પર ઉપક્રમ વિકસિત કરવા માટે ઇચ્છુક નથી. બીજી તરફ સાર્કનાં બાકી છ દેશો ભારતનાં આ આસમાની ભેટથી ગદગદ છે. બાંગ્લાદેશે કહ્યું કે ભારતનાં આ પગલાથી અલગ અલગ ક્ષેત્રમાં સહયોગ વધશે.
પાકિસ્તાનનો દાવો તેવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતે પાડોશી દેશોનાં સંચાર અને ઇમરજન્સી સંબંધી સહયોગ આપવા માટે દક્ષિણ એશિયા ઉપગ્રહનું સફળતાપુર્વક પ્રક્ષેપણ કર્યું હતું. પાકિસ્તાની વિદેશ વિભાગનાં પ્રવક્તાનફીસ જકરિયાએ કહ્યું કે ૧૮માં દક્ષેસ શિખ બેઠક દરમિયાન ભારતે દક્ષેશ સભ્ય દેશોને તથા કથિક દક્ષેસ ઉપગ્રહ નામનાં ઉપગ્રહ ભેટમાં આપવાની રજુઆત કરી હતી.
હાલ ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ ઉપગ્રહ પોતે બનાવશે, લોન્ચ કરશે અને સંચાલન પણ કરશે. બીજી તરફ બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે દક્ષિણ એશિયા ઉપગ્રહ પ્રક્ષેપણ બાદ બાંગ્લાદેશ અને ભારતની જળ, જમીન અને વાયુમાં સહયોગનો વિસ્તાર થયો છે.
આગળની પોસ્ટ