હાલમાં પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ખાવાની બરબાદી નહિ કરવાની અપીલ કરી હતી. હવે તેમની સરકાર આ અપીલને હકીકત બનાવવા જઈ રહી છે.સરકાર જલ્દીથી એક નિયમ બનાવી શકે છે જેમાં એ નક્કી થશે કે, હોટલમાં થાળીમાં કેટલું ખાવાનું પીરસવામાં આવે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અનુસાર, મંત્રાલય આ નિયમ પર કામ કરી રહ્યું છે.
સરકાર આ કદમને બે કારણોથી ઉઠાવી રહી છે. પહેલું કદમ હોટલોમાં ખાવામાં થતી બરબાદીને બચાવવા અને બીજું કદમ લોકો જેટલું ખાય તેટલા જ પૈસા ચૂકવી શકે. નિયમ આવ્યા બાદ દરેક હોટલોના મેનુમાં ખાવાની માત્રા લખવી જરૂરી રહેશે. જો કે, નિયમને બનાવ્યા પહેલા દેશભરમાં તેનો સર્વે થશે. કેન્દ્રીય મંત્રી અનુસાર, આ નિયમ નાની હોટલો અને ઢાબા પર લાગુ નહી થાય.રામવિલાસ પાસવાને કહ્યું કે, સામાન્ય આધાર પર દરેકની ખાવાની માત્રા લગભગ બરાબર હોય છે. કોઈ ભાત વધારે ખાય છે, તો કોઈ રોટલી. ખાવાની બચત અને પૈસાની બચત માટે અમે આ પ્રકારની એક્શન લઇ રહ્યા છીએ. જો કોઈ ખાવાનું વધારે ખાવા ઈચ્છે છે તો ફરીથી ઓર્ડર કરી શકે છે. પરંતુ પહેલા વધારે માંગીને ખાવાનું ખરાબ થવાનો કોઈ ફાયદો નથી. પાસવાને કહ્યું કે, જો કોઈ હોટલમાં હાફ પ્લેટ ખાવાની માંગણી કરે છે તો તેની પાસેથી તેના હિસાબે જ પૈસા લેવા જોઈએ.હોટલ ઇન્ડસ્ટ્રીના સવાલો પર તેમણે કહ્યું કે, અમે આ નિયમ ખુદ નક્કી નહિ કરીએ, બધાની સલાહ લીધા બાદ તેની માત્રા નક્કી કરવામાં આવશે. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે તેનાથી ઇન્ડસ્ટ્રી પર કોઈ અસર નહિ પડે. પાસવાને કહ્યું કે, આ નિયમ અંતર્ગત નાની હોટલ કે ઢાબા નહિ આવે.ઉલ્લેખનીય છે કે, જો ખાવાની બરબાદીને રોકવા માટે સરકાર આ પ્રકારના કદમને ઉઠાવી રહી છે, તો દરેકે સાથે મળીને તેના પર નિર્ણય લેવો પડશે.