Aapnu Gujarat
રમતગમત

બેંગ્લોરને હરાવી પ્લેઓફમાં પહોંચ્યું કોલકાત્તા નાઇટ રાઇડર્સ, નારાયણ-લિન ઝળક્યા

ક્રિસ લિન અને સુનિલ નારાયણની આક્રમક અર્ધ સદીની મદદથી કોલકાત્તા નાઇટ રાઇડર્સનો રવિવારે આઇપીએલ-૧૦માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આસાન વિજય મેળવ્યો હતો.
આરસીબીના ૧૫૯ રનના લક્ષ્યનો પીછો કરતા કેકેઆરની ટીમે ૧૫.૧ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યો હતો.બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી આઇપીએલ-૧૦ની ૪૬મી મેચમાં ટૉસ હારી પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પ્રારંભિક ધબડકા બાદ મનદીપ સિંહના ૪૩ બોલમાં ૫૨ રન અને ટ્રેવિસ હેડના ૪૭ બોલમાં ૭૫ રનની મદદથી નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૫૮ રન બનાવ્યા હતા. હેડે છેલ્લી ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મનદીપ અને ટ્રેવિસ હેડ વચ્ચે ૭૧ રનની ભાગીદારી થઇ હતી. જ્યારે ક્રિસ ગેઇલ અને એસ. અરવિંદ ખાતુ ખોલાવી શક્યા ન હતા. કપ્તાન વિરાટ કોહલી નિષ્ફળ રહેતા માત્ર ૫ રન બનાવી શક્યો હતો. એબી ડિવિલિયસે ૧૦, પવન નેગીએ ૫ અને કેદાર જાદવે ૮ રનનું યોગદાન આપ્યું હતું. કેકેઆર તરફથી સૌથી વધુ ૩ વિકેટ ઉમેશ યાદવને મળી હતી.
આરસીબીએ આપેલા ૧૫૯ રનના લક્ષ્યનો પીછો કરતા કેકેઆર તરફથી ક્રિસ લિન અને સુનિલ નારાયણે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે મહત્વપૂર્ણ ૧૦૫ રનની ભાગીદારી કરી હતી. સુનિલ નારાયણ ૨૨ બોલમાં ૫૦ રન બનાવી આઉટ થયા બાદ લિન પણ વધુ સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો.
નારાયણે માત્ર ૧૫ બોલમાં અર્ધ સદી પૂરી કરી આઇપીએલના ઇતિહાસમાં પોતાનું નામ નોધાવ્યું હતું.જ્યારે લિન માત્ર ૧૭ બોલમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૫૪ રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ ગ્રાન્ડહોમ અને કપ્તાન ગૌતમ ગંભીરે મોરચો સંભાળ્યો હતો.
ટીમ જીત નજીક હતી ત્યારે ગ્રાન્ડહોમ ૩૧ રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. બાદમાં ગૌતમ ગંભીર પણ ૧૪ રનના અંગત સ્કોરે આઉટ થયા બાદ મનિષ પાંડેએ જીતની ઔપચારિકતા પૂરી કરી હતી. પાંડે ૪ રને અણનમ રહ્યો હતો. જ્યારે યુસુફ પઠાણ ખાતુ ખોલાવ્યા વગર અણનમ રહ્યો હતો. આરસીબી તરફથી સૌથી વધુ ૨ વિકેટ પવન નેગીને મળી હતી.

Related posts

दीपक चाहर ने लगाई की लंबी छलांग

aapnugujarat

क्रिकेट महान शिक्षक है : कप्तान विराट

aapnugujarat

આજે ચેન્નાઇ સુપર રાજસ્થાનને પછડાટ આપવા તૈયાર

aapnugujarat

Leave a Comment

URL