Aapnu Gujarat
રમતગમત

અફઘાનિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં સારું રમવા ઈચ્છું છું : રાશિદ ખાન

આઇપીએલમાં શાનદાર દેખાવના કારણે લોકપ્રિય બનેલા રાશિદ ખાનનું સપનું અફઘાનિસ્તાન ટીમ માટે દુનિયામાં સૌથી ખતરનાક ગૂગલી બોલ ફેંકવાનું છે. ઉલ્લેખનીય છે કે, રાશિદનું આ સપનુ જલ્દી પુરું થવાની આશા છે કારણ કે, આઇસીસી અફઘાનિસ્તાનને ટેસ્ટ દરજ્જાની લીલી ઝંડી આપવા માટે તૈયાર છે.રાશિદે કહ્યું કે, કોઇ પણ ક્રિકેટરનું એક સપનુ હોય છે. પોતાના દેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું. તેણે જલ્દી ટેસ્ટ રમવાનો આશાવાદ પણ વ્યક્ત કરતા કહ્યું કે, હું એક દિવસની રાહ જોઇ રહ્યો છુ, જ્યારે હું અફઘાનિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમીશ. મારા માટે ટેસ્ટ ક્રિકેટમાં સફળતાથી ક્રિકેટરની મારી પ્રતિભાને બતાવીશ.
ઉલ્લેખનીય છે કે, રાશિદનું આઇપીએલનું સત્ર ઘણું સારું રહ્યું છે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તેણે ૧૨ વિકેટ લીધી છે. કિંગ્સ ઇલેવન પંજાબ સામે તેને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો. આ ૧૯ વર્ષિય ખેલાડીએ પોતાના દેશ માટે ૨૬ વન ડે અને ૨૪ ટ્‌વેન્ટી-૨૦  મેચ રમી છે.

Related posts

बिना शादी किए रोनाल्डो फिर एक बार पिता बन गए

aapnugujarat

बुमराह ऐंड कंपनी ने भारत को बनाया विश्व विजयी : सहवाग

aapnugujarat

કિંગ્સ ઇલેવન અને સનરાઇઝ વચ્ચે રોચક જંગનો તખ્તો તૈયાર

aapnugujarat

Leave a Comment

URL