આઇપીએલમાં કોલકાત્તા નાઇટ રાઇડર્સના કપ્તાન ગૌતમ ગંભીરનું કહેવું છે કે, ચેમ્પિયન ટ્રોફીમાં રમવા માટે આઇપીએલ રમવું સ્વાર્થ હશે. ગંભીરે કહ્યું કે, તેના મનમાં એવું કશું નથી કે, ના તે આવું કશું વિચારી કોલકાત્તા માટે આઇપીએલમાં સારો દેખાવ કરી રહ્યો છે.વેબસાઇટ ઇએસપીએનક્રિકઇન્ફો ડોટ કોમને આપેલા એક નિવેદનમાં ગૌતમ ગંભીરે કહ્યું કે, ટ્વેન્ટી-૨૦ ફોર્મેટમાં સારો દેખાવ કરવો વન ડે ફોર્મેટ માટે ટીમની પસંદગી હેતુ તમને યોગ્ય સાબિત નથી કરતો. કારણ કે આ બંને ફોર્મેટ અલગ-અલગ છે. ગંભીરે કહ્યું કે, હું એ વાત પર ચૌક્કસ રીતે સહમત છું કે, ટ્વેન્ટી-૨૦નો સારો દેખાવ તમારા માટે વન ડે ટીમની પસંદગીનો માર્ગ નથી ખોલતો. જો તમે આ પ્રકારની ટીમની પસંદગી કરવાનું શરૂ કરશો આનાથી ૫૦ ઓવરવાળી ઘરેલુ ટૂર્નામેન્ટની કોઇ માન્યતા નહીં રહી જાય.
ઉલ્લેખનીય છેકે, આઇપીએલની આ સીઝનમાં બીજો સૌથી વધુ સ્કોર બનાવનાર ગંભીરે અત્યાર સુધી રમાયેલી ૧૧ મેચોમાં ૪૧૧ રન બનાવ્યા છે. જેમાં ચાર અર્ધસદી પણ સામેલ છે. આ મામલે ગંભીરે કહ્યું કે, આ ગેરમાન્યતા છે લોકોની, જેઓ એ વિચારી રહ્યાં છે કે, તે ભારતીય ટીમમાં સામેલ થવા માટે આવું કરી રહ્યો છુ. તે હાલમાં સારો દેખાવ કરવા માટે આકરી મહેનત કરનાર ખેલાડીઓમાંથી એક છે. તેણે કહ્યું કે, જે સમયે હું ચેમ્પિન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખી આઇપીએલમાં રન બનાવવા વિશે વિચારીશ, એ પળમાં હું સ્વાર્થી લાગીશ. એક કપ્તાન હોવાના નાતે તમે આવું નથી કરી શકતા. જો હું આ વિશે વિચારવાનું શરૂ કરી દઇશ તો કોલકાત્તા ટીમમાં કેટલાક એવા ખેલાડી છે, જે આ વિશે વિચારવાનું શરૂ કરી દેશે. આ યોગ્ય નથી. તમારે હમેશા વર્તમાનમાં રહેવું જોઇએ. આ બધુ આપમેળે હોય છે. અને જો નથી પણ થતું તો પણ ઠીક છે. હું પસંદગી માટે નહીં પરંત, મેચમાં જીત માટે રમું છુ.