ફેસબુક દરરોજ પોતાના યૂઝર્સ માટે કોઇને કોઇ નવા ફિચર્સ લઇને આવે છે. સૂત્રોનુસાર ફેસબુક ટૂંક સમયમાં ટીવી શો લોન્ચ કરશે. ફેસબુક જૂનમાં મધ્ય સુધી લગભગ ૨ ડઝન ટીવી શો લોન્ચ કરશે. એક રિપોર્ટ અનુસાર કંપની બે પ્રકારનો પ્રોગામ પર કામ કરી રહી છે.આ પ્રોગામમાં કેટલાક નેટફ્લિક્સના પ્રોગામના આધારે મોટા બજેટના પ્રોગામ હશે. જ્યારે બીજા ૫ થી ૧૦ મિનિટ સુધીના નાના પ્રોગામ હશે. આ પ્રોગામને ફેસબુકના વીડિયોમાં ટેબમાં જોઇ શકાશે. ફેસબુક ટૂંક સમયમાં નવા વીડિયો ટેબ પોતાની એપમાં લાવશે. તાજેતરમાં ફેસબુકે વીઆર ડેટિંગ શો લોન્ચ કર્યો છે. આ શોની મદદથી લોકો એકબીજાને મળ્યા પહેલા વીઆરની મદદથી વર્ચુઅલ મુલાકાત કરી શકશે.રિપોર્ટ અનુસાર ફેસબુક યુવાનોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમો બનાવશે. આ ક્ષેત્રમાં ફેસબુકને સ્નેપચેટની કોમ્પિટિશન કરવી પડશે. કેમકે સ્નેપચેટ પહેલાથી આ શોની મદદથી લોકોને એટ્રેક્ટ કરે છે. ફેસબુકના આ ફિચરને પ્રીમિયમ ટીવી નામ આપવામાં આવ્યું છે. પ્રીમિયમ ટીવીથી ફેસબુક વધારેમાં વધારે કૉમર્શિયલ એડની સાથે જોડાવવા ઇચ્છે છે, જેથી કંપનીને વધારે રેવેન્યુ મળે શકે.