Aapnu Gujarat
રમતગમત

ભારત-આફ્રિકા વચ્ચે આજે કેપટાઉનમાં પ્રથમ ટેસ્ટ : બપોરે ૨ વાગ્યાથી જીવંત પ્રસારણ

જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. પ્રવાસી ભારતીય ટીમ જીતના સિલસિલાને આગળ વધારી દેવા માટે તૈયાર છે પરંતુ વિદેશી મેદાન પર શાનદાર દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા સામે પડકાર દેખાઇ રહ્યા છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. ટીમ ઇન્ડિયામાં તમામની નજર હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી, શિખર ધવલન, રહાણે, રોહિત શર્મા પર કેન્દ્રિત રહેનાર છે. શિખર ધવન સ્વસ્થ થઇ ગયા બાદ ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધી ગયો છે. ટીમ ઇન્ડિયામાં ચેતેશ્વર પુજારા પાસેથી પણ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેપટાઉન ખાતે આ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. જેનુ બપોરે બે વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. બીસીસીઆઈએ કહ્યું હતું કે, શિખર ધવન સંપૂર્ણ ફિટ છે અને પ્રથમ ટેસ્ટ મેચમાં રમવા માટે તૈયાર છે. બીજી બાજુ સ્પીનર રવિન્દ્ર જાડેજા છેલ્લા બે દિવસથી વાયરલ માંદગીમાં ગ્રસ્ત થઇ ગયો છે. જાડેજાની ફિટનેસ ઉપર ટીમ ઇન્ડિયાની મેડિકલ ટુકડી નજર રાખી રહી છે.મેચની શરૂઆતના કલાકો પહેલા તેની ફિટનેસના સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, શિખર ધવન સંપૂર્ણપણે ફિટ છે અને ઓપનિંગ કરશે. જાડેજા છેલ્લા બે દિવસથી તાવમાં ગરકાવ થયો છે. જો કે તે પણ ફિટ થઇ જાય તેમ માનવામાં આવે છે. યજમાન આફ્રિકાની ટીમ ઘરઆંઘણે ખુ મજબુત રહી છે. ટીમમાં કેપ્ટન ડુ પ્લેસીસ સિવાય ડિવિલિયર્સ, હાસીમ અમલા જેવા આધારભુત બેટ્‌સમેનો રહેલા છે. દુનિયામાં સૌથી ઘાતક બોલિગ હાલમાં આફ્રિકા પાસે જ છે તે બાબતની કબુલાત તો હિટમેન રોહિત શર્મા પણ કરી ચુક્યો છે. વર્ષની સૌથી રોમાંચક શ્રેણી બની રહે તેવી શક્યતા છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ૧૨૪ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન ઉપર છે અને તેની સામે કોઇ ખતરો નથી. ક્રિકેટ જગતમાં ટીમ ઇન્ડિયાને શક્તિશાળી ટીમ તરકે જોવામાં આવે છે. કોહલી, પુજારા, મુરલી વિજય, રહાણે જેવા ખેલાડીઓ કોઇપણ બોલરોને મુશ્કેલીમાં મુકી શકે છે. લાંબા સમય સુધી પીચ ઉપર રહીને લાંબી ઇનિંગ્સ રમવામાં આ બેટ્‌સમેનો સક્ષમ છે. આફ્રિકામાં વિકેટ ઉછાળવાળી હોવાથી ઝડપી બોલરોને મદદ મળશે. ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને મોહમ્મદ સમી ટીમ ઇન્ડિયાની જવાબદારી સંભાળશે. હાર્દિક પંડ્યા મોટા ઓલરાઉન્ડર તરીકે ઉભરી રહ્યો છે. અશ્વિન સ્પીનર તરીકેની જવાબદારી સંભાળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાની સામે ક્લીન સ્વીપ થયા બાદ પણ ભારત નંબર વનના સ્થાન પર જ રહેશે. ભારત તેના નંબર વનના તાજને ગુમાવશે નહી. જો દક્ષિણ આફ્રિકા ત્રણેય ટેસ્ટ જીતી લેશે તો તે ટોપ બે ટીમોમાં સામેલ થઇ જશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા એક નિવેદનમાં કહ્યુ છે કે ભારતીય ટીમ હાલમાં ૧૨૪ પોઇન્ટ ધરાવે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા તેના કરતા ૧૩ પોઇન્ટ પાછળ છે. જો ડુ પ્લેસીસના નેતૃત્વમાં આફ્રિકાની ટીમં આવતીકાલથી શરૂ થતી કેપટાઉન ટેસ્ટ અને બાકીની ટેસ્ટ જીતી લેશે તો પણ ભારતીય ટીમ નંબર વન પર રહેશે. જો આફ્રિકા ત્રણેય ટેસ્ટ જીતી લેશે તો બન્ને ટીમોના ૧૧૮ પોઇન્ટ થઇ જશે. આવી સ્થિતીમા ભારત નંબર એક પર રહેશે. કારણ કે તે થોડાક માટે આફ્રિકાથી આગળ રહેશે. જો પાકી ગણતરી કરવામાં આવે તો ભારતના પોઇન્ટ ૧૧૮.૪૭ થશે. જ્યારે આફ્રિકાના ૧૧૭.૫૩ થઇજશે. આની વિરુદ્ધમાં જો ભારતીય ટીમ જીતે છે તો વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમના ૧૨૮ પોઇન્ટ થઇ જશે. જ્યારે આફ્રિકાના ૧૦૭ પોઇન્ટ થશે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ શરૂ થઇ ચુકી છે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં ૩-૦થી જીતીને ત્રીજા સ્થાને પહોંચી ગયુ છે. ઇંગ્લેન્ડને પાંચમા સ્થાને ફેંકાઇ જવાથી બચવા માટે અંતિમ ટેસ્ટ મેચ જીતવી પડશે. ઓસ્ટ્રેલિયા જો ૪-૦થી શ્રેણી જીતી જશે તો તેના ૧૦૪ પોઇન્ટ થઇ જશે અને તે ત્રીજા સ્થાને પહોંચી જશે. પરિણામ ૩-૧ રહેવાની સ્થિતીમાં ઓસ્ટ્રેલિયાના ૧૦૨ અને ઇંગ્લેન્ડના ૧૦૧ પોઇન્ટ રહેશે. વિરાટ કોહલી ૯૦૦ રેટિંગ પોઇન્ટ સુધી પહોંચી શકે છે.

Related posts

વનડે રેંકિંગ : કોહલી અને બુમરાહ નંબર એક ઉપર

aapnugujarat

Australia defeated Pakistan

aapnugujarat

स्मिथ को आउट करने के लिए सही जगह पर गेंद को रखना होगा : मिसबाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1