Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નોર્થ કોરિયાના ભય વચ્ચે અમેરિકાએ કર્યું મિસાઈલ પરીક્ષણ

અમેરિકી એરફોર્સે પરમાણુ શસ્ત્રોનું વહન કરતા લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. કેલિફોર્નિયાના વેડેનબર્ગ એરફોર્સ એરબેઝ ખાતેથી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ ૪૨૦૦ કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે.અમેરિકી એરફોર્સે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ મિસાઈલ પરીક્ષણ અમારી પ્રહાર ક્ષમતાનું નિદર્શન કરે છે’. યુએસ નેવી દ્વારા મિનટમેન-૩ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ લોંચ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, અમેરિકા ઈન્ટરકોન્ટિનેન્ટલ શસ્ત્રોની ચોક્કસતા અને વિશ્વનિયતા માટે સમયાંતરે આ પ્રકારના પરીક્ષણ કરે છે.મહત્વનું છે કે, કોરિયન દ્વિપમાં ઉગ્ર બનતી જતી તંગદિલી વચ્ચે અમેરિકાએ બીચ કેલિફોર્નિયા એરબેઝ ખાતેથી ઈન્ટરકોન્ટિનલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.
આ પરીક્ષણ અમેરિકી એરફોર્સના ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડ એરમેનની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.એક તરફ અમેરિકાએ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે ત્યારે બીજીબાજુ ઉત્તર કોરિયાની મિસાઈલોને તેની જ સરહદમાં તોડી પાડવા અમેરિકાએ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ થાડ દક્ષિણ કોરિયામાં તૈનાત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કોરિયન દ્વિપમાં ઉત્તર કોરિયા સાથે ઉગ્ર બનતી જતી તંગદિલીને પગલે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ થાડ મિસાઈલ ગોઠવવાની કામગીરી વધુ ઝડપી બનાવી છે.દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલથી ૨૫૦ કિલોમીટર દૂર ગોલ્ફના મેદાનમાં થાડ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. થાડ પરમાણુ શસ્ત્રો લઈ જતી મિસાઈલને પણ તોડી પાડવા સક્ષમ છે. સૂત્રોનું માનીએ તો ૨૦૧૭ના અંત સુધીમાં મિસાઈલ ગોઠવવાની આ કામગીરી પૂરી કરી લેવામાં આવશે.

Related posts

सऊदी अरब को मनाने पहुंचे पाकिस्तान के सेना प्रमुख बाजवा

editor

प्रवासियों और शुल्क मुद्दे पर अमेरिका-मेक्सिको के बीच समझौता

aapnugujarat

पाकिस्तान में लू से ४ दिनों में ६५ लोगों की हुई मौत

aapnugujarat

Leave a Comment

URL