Aapnu Gujarat
બ્લોગ

વાંચજો જરૂર…

પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો ઈંતઝાર રહેતો હતો, પચાસ વારના નાનકડા ઘરમાં, પૈસા ઓછા હતા, ઘર નાનુ હતું, સગવડો ન્હોતી પણ સુખ હતું.*

? આમ તો મહિનાનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી, એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.

? ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્ષ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે, મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની સાયકલ આપી અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વ્હા મઝા આવી ગઈ, આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો.

? ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ. જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે. મોડા સુધી જગતા. મહેમાન જાય ત્યારે તેમને છેક બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા, મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું.

? વેકેશન પણ સુખ હતુ. મામાના ઘરે, કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા.

? સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલી ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારુ દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મિત્ર પતરાની અથવા એલ્યુમિનયમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.

? વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, પણ ખુચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતો, નકામી માચીસ ઉપરના ફોટા, લખોટી જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.

? ફિલ્મ જોવી એટલી એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડતુ, ત્યારે થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતા, તેનું કામ ટીકીટ લેવા આવનારને લાઈનમાં ઉભા રાખવાનું હતું, લાઈન તોડનારને તે લાકડી લાકડીએ ફટકારતો, માર ખાઈને પણ લોકો લાઈનમાં ઉભા રહેતા. લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે, અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વિઝા જેટલો આનંદ થતો હતો.

? લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા, જો પહેલી પંગતમાં જમવા માટે વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.

? નવા કપડા તો દિવાળીમાંજ મળે, તેમાં પણ કપડાં સસ્તા મળતા એટલે જવાનું, દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતો, અને કપડાંનો ઘા કરતો, દુકાનપુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થાય, ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી, માપની બહુ ચિંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.

? આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જનના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે.
એકના ઘરે ફોન હતો. કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું, કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા.

આજે સમજાય છે કે સુખ સગવડોમાં ન્હોતુ, નાની નાની વાતો સુખી કરતી હતી, કારણ ત્યારે આખર તારિખ આવતી હતી, આજે તારિખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી, રોજ પહેલી તારિખ જ હોય છે.

આજે મોટુ ઘર છે, ટીવી છે, બેન્ક બેલેન્સ છે છતાં…આપણે શોધીએ છે સુખને !!??
.
.
.
કોણે લખ્યું ખબર નથી પણ જેણે લખ્યું બહું સરસ લખ્યું છે.

Related posts

ભાજપ પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવા કાયદા શું કામ ઘડે છે

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1