Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતનો પાકિસ્તાનને યુએનમાં જવાબઃ અમારો કોઈ રાજકીય ધર્મ નથી, ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં ભારતના એટર્ની જનરલ મકુલ રોહતગીએ પાકિસ્તાનના આરોપનો જવાબ આપતા જણાવ્યું કે, ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. જ્યાં લઘુમતી સમુદાયના લોકોના અધિકારોનું સમ્માન કરવામાં આવે છે.મુકુલ રોહતગીએ પાકિસ્તાનના એ આરોપનો જવાબ આપ્યો હતો જેમાં પાકિસ્તાને કહ્યું હતું કે, ભારતમાં લઘુમતી સમુદાયના લોકો પર અત્યાચાર કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, મુકુલ રોહતગી તેમના પ્રતિનિધિમંડળ સાથે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજીત સદસ્ય દેશોની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.પાકિસ્તાનના આરોપને પાયાવિહોણા ગણાવતા મુકુલ રોહતગીએ જણાવ્યું કે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. જેનો પોતાનો કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી. ઉપરાંત ભારતીય બંધારણમાં પણ લઘુમતિ સમુદાયના અધિકારોની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે જ્યાં લોકોને વિચાર અને અભિવ્યક્તિની યોગ્ય સ્વતંત્રતા આપવામાં આવી છે.વધુમાં રોહતગીએ જણાવ્યું કે, ભારત તેના નાગરિકોના અધિકારો અને રાજકીય સ્વતંત્રતાને લઈને જાગૃત દેશ છે. ભારતમાં સરકાર ઉપરાંત સ્વતંત્ર ન્યાયપાલિકા પણ માનવાધિકાર સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. યાકુબ મેમણનું નામ લીધા વગર મુકુલ રોહતગીએ કહ્યું કે, ભારતમાં સુપ્રીમ કોર્ટ રાત્રે ૨ વાગે પણ સુનાવણી કરે છે. ઉપરાંત ટ્રાંસ જેન્ડરના અધિકારોની રક્ષા માટે સુપ્રીમ કોર્ટે તેને ત્રીજી જાતિનો દરજ્જો આપ્યો છે. જેથી ભારતમાં માનવાધિકોરોનો ભંગ થાય છે તેવા પાકિસ્તાનના આરોપને એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ રદ્દ કર્યા હતા.સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં દરેક સદસ્ય દેશ પોતાના દેશના માનવાધિકાર રેકોર્ડના દસ્તાવેજના પુરાવા રજૂ કરે છે. જેમાં બીજા સદસ્ય દેશો તેના પર પોતાનો સવાલ ઉઠાવી શકે છે. જેથી પાકિસ્તાને આ મુદ્દે ઈરાદાપુર્વક ભારતને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં બદનામ કરવા આ પ્રકારનો પ્રયાસ કર્યો હતો.

Related posts

China plans to launch 100 satellites into space by 2025

aapnugujarat

लाओस में पर्यटकों की बस दुर्घटनाग्रस्त, 13 की मौत

aapnugujarat

ન્યૂઝીલેન્ડમા ભારતથી આવતાં લોકોની એન્ટ્રી પર રોક

editor

Leave a Comment

URL