Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કાશ્મીરી યુવકોને ગેરમાર્ગે દોરી રહી છે ‘પ્રતિબંધિત પાકિસ્તાની, સઉદી ટીવી ચેનલ્સ’

સાઉદી અરેબિયાના મૌલાના અને પાકિસ્તાનના ન્યૂઝ એન્કર્સની કાશ્મીરીઓના ઘર સુધી સીધી પહોંચ છે. કાશ્મીર ખીણમાં પથ્થરમારો અને હિંસા માટે ઉશ્કેરણી કરવામાં તેમની મોટી ભૂમિકા છે.
કાશ્મીરમાં પ્રાઈવેટ કેબલ નેટવર્ક દ્વારા સાઉદી અરેબિયા અને પાકિસ્તાનની પચાસથી વધુ ચેનલો પ્રસારીત થાય છે. આમા ઝાકિર નાઈકની પ્રતિબંધિત ચેનલ પીસ ટીવી પણ સામેલ છે. આ ચેનલોના પ્રસારણ માટે જરૂરી મંજૂરીઓ પણ લેવામાં આવતી નથી.
આ તમામ પાકિસ્તાની અને સાઉદી અરેબિયાની ચેનલોનું પ્રસારણ પીડીપી-ભાજપની ગઠબંધન સરકારના નાક નીચે થઈ રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આવી ચેનલોને પ્રસારીત કરનારા કેટલાંક કેબલ ઓપરેટર્સની ઓફિસો સરકારી ઈમારતોમાં જ છે.કાશ્મીરમાં સેટેલાઈટ સર્વિસ પ્રોવાઈડર્સ હોવા છતાં મોટાભાગના લોકો પ્રાઈવેટ કેબલને પ્રાથમિકતા આપે છે. માત્ર શ્રીનગરમાંજ પચાસ હજારથી વધારે કેબલ કનેક્શન છે. તેના દ્વારા પાકિસ્તાની અને સાઉદીની ચેનલ્સો જોઈ શકાય છે.ઝાકિર નાઈકના પીસ ટીવી સિવાય પ્રાઈવેટ કેબલ ઓપરેટર્સ સાઉદી સુન્નાહ, સાઉદી કુરાન, અલ અરેબિયા, પેગામ, હિદાયત, નૂર, મદાની, સહર, કર્બલા, અહલીબાત, ફલક, જિયો ન્યૂઝ, ડોન ન્યૂઝ જેવી પાકિસ્તાની અને સાઉદી ચેનલો પણ ચાલે છે. આમાની કોઈપણ ચેનલ દેશના બાકીના હિસ્સામાં દેખાતી નથી.માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ તમામ ચેનલો પર રોક લગાવી છે. જમ્મુ-કાશ્મીરની સાથે દેશના કોઈપણ ભાગમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયની મંજૂરી વગર કોઈપણ ચેનલ પ્રસારીત કરી શકાય નહીં. મંત્રાલયની વેબસાઈટ પર આ ચેનલોના નામ પરવાનગી ધરાવતી ચેનલોની યાદીમાં નથી.કોઈપણ ચેનલના ફ્રી ટુ એર પ્રસારણ માટે પણ મંત્રાલયની મંજૂરી લેવી જરૂરી છે. કેટલીક સાઉદી ચેનલો કટ્ટરવાદી વિચારધારા ફેલાવવાનું કામ કરી રહી છે. આ ચેનલો દ્વારા ઈસ્લામ અને શરિયાના દુષ્પ્રચાર દ્વારા લોકોને ઉશ્કેરવાનું કામ કરવામાં આવે છે.મોટાભાગની પાકિસ્તાની ચેનલો હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કરે તૈયબા અને અન્ય આતંકવાદી જૂથોના માર્યા ગયેલા આતંકવાદીઓને શહીદ તરીકે પ્રચારીત કરે છે. આ સિવાય આ પાકિસ્તાની ચેનલો કોરસમાં દુષ્પ્રચાર કરીને કાશ્મીર ખાતેની આતંકવાદ વિરોધી કાર્યવાહીઓને માનવાધિકારોના ઉલ્લંઘનમાં ખપાવવાની કોશિશ કરે છે.કાશ્મીરમાં સાઉદી ચેનલ્સનો પ્રભાવ ૯૦ના દશકથી પ્રવર્તી રહ્યો છે. સાઉદી ચેનલ્સ સૌથી વધારે ઈસ્લામના સલાફી સંસ્કરણને ફેલાવવાનું કામ કરે છે. આને કારણે કાશ્મીરમાં યુવાવર્ગ કટ્ટર બને છે અને તેમનામાં હિંસાની ભાવના પેદા થઈ રહી છે. વહાબી ઈસ્લામને કારણે કાશ્મીરમાં કટ્ટરવાદ અને આતંકવાદ વધી રહ્યો હોવાનું જાણકારોનું માનવું છે.

Related posts

Covid – 19 : वैश्विक आंकड़ा 70.97 लाख के पार

editor

तेल रिफाईनरी हमले के बाद सऊदी अरब US नीत गठबंधन में शामिल

aapnugujarat

जोधपुर : बस और कैंपर वाहन की टक्कर, 16 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

URL