Aapnu Gujarat
મનોરંજન

મરાઠી ફિલ્મમાં પણ સની લિયોન ઠુમકા લગાવશે

બોલીવૂડમાં ઘમાલ મચાવ્યા બાદ હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રી સની લિયોન હવે મરાઠી ફિલ્મમાં પણ કામ કરવા જઇ રહી છે.હિન્દી ફિલ્મોમાં પોતાના ડાન્સથી પ્રશંસકોનું દિલ જીતનાર સની લિયોન મરાઠી ફિલ્મમાં જોવા મળશે. સની લિયોન મરાઠી ફિલ્મમાં આઇટમ સોન્ગ કરતી નજરે આવશે. આ નવા આઇટમ સોન્ગને બોલીવૂડના જાણીતા કોરિયાગ્રાફર ગણેશ આચાર્યા કોરિયોગ્રાફ કરશે. આ સાથે જ આ ગીતને અવધૂત ગુપ્તે કેમ્પોઝ કરશે. જો કે, હજી સુધી આ મરાઠી ફિલ્મનું નામ નક્કી થયું નથી. પરંતુ, આ ફિલ્મને વિશાલ દેવરુખકર નિર્દેશિત કરશે.પોતાના નવા ગીતને લઇને ઉત્સાહિત સની લિયોને કહ્યું કે, હું મારા પ્રથમ મરાઠી આઇટમ સોન્ગ, મારા ફેવરિટ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યાની સાથે કરી રહી છુ. તેમના સ્ટેમ્પ શાનદાર હોય છે. જેને પરફોમન્સ કરવામાં મજા આવે છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા સની લિયોને શાહરૂખ ખાનની ફિલ્મ રઇસ માં લૈલા ઓ લૈલા ગીત પર આઇટમ સોન્ગ કર્યું હતું. જેને લોકોએ ઘણું પસંદ કર્યું હતું.

Related posts

અનન્યા સાથે કાર્તિક આર્યન ફરી નજરે પડ્યો

aapnugujarat

શાહિદ કપૂર પ્રોડયુસર બનશે, બોક્સર ડિંગ્કો સિંઘની બાયો-ફિલ્મ બનાવશે

aapnugujarat

રાધિકા આપ્ટે બોલ્ડ સીન માટે ટ્રોલ થઈ

editor

Leave a Comment

URL