નોટબંધી દરમ્યાન લગભગ ૨ લાખ લોકોએ નોકરી ખોવી પડી હતી. લેબર બ્યુરોના તાજા હેવાલ મુજબ ઓક્ટોબર ૨૦૧૬થી જાન્યુઆરી ૨૦૧૭ દરમ્યાન લગભગ ૧.૫૨ લાખ લોકોએ રોજમદાર અને ૪૬ હજાર લોકોએ પાર્ટટાઇમ નોકરી ગુમાવી હતી. આ ત્રિમાસીકમાં જ્યારે ૮ મુખ્ય સેક્ટરોમાં ૧.૨૨ લાક કામદારો જોડાયા છે, જ્યારે ૨૦૧૬માં આ જ ત્રિમાસીક દરમ્યાન ૩૨ હજાર નવા કામદારોને નોકરી મળી હતી.
હેવાલ મુજબ સૌથી વધુ નોકરી ઉત્પાદન સેક્ટરમાં ગુમાવી છે. એ બાદ આઇટી- બીપીઓ ક્ષેત્રનો નંબર આવે છે. સૌથી વધુ પાર્ટ ટાઇમ નોકરી પણ ઉત્પાદન ક્ષેત્રમાં જ ગુમાવવી પડી છે. આ સેક્ટરમાં કુલ ૧.૧૩ લાખ અને આઇટી તેમજ બીપીઓ સેક્ટરમાં ૨૦ હજાર રોજમદારોની નોકરી ગઇ હતી. જોકે મેન્યુફેક્ચરીંગ, ટ્રેડ, ટ્રાંસપોર્ટ, આઇટી- બીપીઓ, શિક્ષણ અને હેલ્થ સેક્ટરોમાં હકારાત્મક ફેરફાર આવ્યા છે.આ સેક્ટરનો સર્વે જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૭ દરમ્યાન કરવામાં આવ્યો હતો. બાંધકામ ક્ષેત્રમાં છેલ્લા ત્રિમાસિકની સરખામણીએ નકારાત્મક, તો રેસ્ટોરન્ટ સેક્ટરમાં કોઇ ફેરફાર થયા નથી. આ ત્રિમાસિકમાં કુલ ૧.૩૯ લાખ કાયમી અને ૧.૨૪ લાખ હંગામી કર્મચારીઓને નોકરી મળી છે.
આગળની પોસ્ટ