Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભામાં ઐતિહાસિક ત્રિપલ તલાક બિલ ધ્વનિ મતથી પાસ થયું

ત્રિપલ તલાક ટૂંક સમયમાં જ કાયદા હેઠળ સજાપાત્ર ગુના તરીકે બની જશે. ત્રિપલ તલાક બિલ આજે લોકસભામાં આખરે પસાર કરી દેવામાં આવ્યું હતું. ત્રિપલ તલાકને અપરાધ ગણાવતા ઐતિહાસિક બિલને સવારે કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે રજૂ કર્યા બાદ દિવસ દરમિયાન ઉગ્ર ચર્ચા ચાલી હતી. ચર્ચા બાદ વોટિંગ કરાવવામાં આવ્યું હતું. તમામ સુધારાઓને ફગાવી દેવામાં આવ્યા હતા. સુધારાને લઇને વિપક્ષના અનેક પ્રસ્તાવ ફગાવી દેવાયા હતા. એમઆઈએમના સાંસદ અસાસુદ્દીન ઓવૈસીના પ્રસ્તાવ બે મતની વિરુદ્ધ ૨૪૧ મતે ફગાવી દેવાયું હતું. જ્યારે ચાર સભ્યોએ મતદાન કર્યું ન હતું. અનેક સુધારા રજૂ કરાયા હતા પરંતુ તમામ સુધારા પ્રસ્તાવ ભારે બહુમતથી ફગાવી દેવાયા હતા. અગાઉ સરકારે આજે લોકસભામાં આ પ્રથાને અપરાધી તરીકે ગણવા સાથે સંબંધિત બિલ જોરદાર વિરોધ અને ધાંધલ ધમાલ વચ્ચે રજૂ કરી દીધું હતું. વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો. કેટલાક પક્ષોએ આની સામે વાંધો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રીય જનતા દળ, ઓલઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, બીજુ જનતા દળ અને અન્ય કેટલાક વિરોધ પક્ષોના સભ્યોએ આ બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો. મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ) બિલ ૨૦૧૭ની રજૂઆતનો વિરોધ કર્યો હતો. જો કે, કોંગ્રેસ તરફથી કોઇપણ સભ્યોને બોલાવાની મંજુરી આપવામાં આવી ન હતી. કારણ કે, અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું હતું કે, તેઓએ આ મુદ્દા પર બોલવા માટે એડવાન્સમાં કોઇ નોટિસ આપી ન હતી. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આને ઐતિહાસિક દિવસ તરીકે ગણાવીને કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે તેની ખાતરી કરવાનો આની પાછળ હેતુ રહેલો છે. સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બિલને પસાર કરવા સર્વસંમતિ સાધવાની વાત કરી ચુક્યા છે. ત્રિપલ તલાકને સજાપાત્ર ગુના તરીકે બનાવવાની વાત થઇ રહી છે. રવિશંકર પ્રસાદે આ બિલ રજૂ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ત્રિપલ તલાક પર કાયદો મહિલાઓના વ્યાપક હિતમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ બિલ વહેલીતકે પસાર થઇ જાય તે જરૂરી છે. એઆઈએમઆઈએમના નેતા અસાસુદ્દીન ઓવૈસીએ બિલનો વિરોધ કરીને કહ્યું હતું કે, બિલ પાસ થશે તો મુસ્લિમ મહિલાઓના અધિકારો સાથે ચેડા થશે. તેમણે ઉમેર્યું હતું કે, સૂચિત કાયદાને લઇને મુસ્લિમ સંગઠનો સાથે કોઇ વાત કરવામાં આવી નથી.
આરજેડીએ પણ બિલ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. મુસ્લિમ સંગઠન આ બિલને મહિલા વિરોધી ગણાવી રહ્યા છે. કોંગ્રેસ, ડાબેરીઓ, બીજુ જનતા દળ સહિત વિરોધ પક્ષો સજાની જોગવાઈનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહના નેતૃત્વમાં આંતરપ્રધાન ગ્રુપ દ્વારા આ બિલ તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં કોઇ પણ સ્વરૂપમાં ત્રિપલ તલાકને ગેરકાયદે બનાવી દેવામાં આવ્યુ છે. લેખિતમાં, મૌખિકરીતે અથવા તો ઇલેક્ટ્રોનિકલીરીતે તલાક આપવાની પ્રથા પર બ્રેક મુકવામાં આવી છે. આમા પતિ માટે ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગયા સપ્તાહમાં આ બિલ રજૂ કરનાર હતું પરંતુ સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે કહ્યું હતું કે, મોડેથી આ બિલ રજૂ કરવામાં આવશે. બિલની જોગવાઈ મુજબ પતિને જંગી દંડની જોગવાઈ પણ છે. કેસમાં સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટ દ્વારા દંડ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં ત્રિપલ તલાકના મામલા હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ બિલને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ૨૪મી ડિસેમ્બરના દિવસે તાકીદની બેઠક યોજી હતી. જેમાં ત્રિપલ તલાકના મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અભિપ્રાય આપતા કહ્યુ હતુ કે મહિલા સામે ત્રિપલ તલાક બિલ પરિવારને નષ્ટ કરી નાંખશે. બોર્ડે દલીલ કરતા કહ્યુ છે કે સુચિત ત્રિપલ તલાક બિલ જે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યુ છે તે મહિલાઓન વિરુદ્ધમાં છે. જો તેને અમલી કરવામાં આવશે તો અનેક પરિવાર બરબાદ થઇ જશે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય સજ્જાદ નોમાનીએ કહ્યુ હતું કે આ બિલ માટે મુસદ્દો નક્કી કરતી વેળા કોઇ પ્રક્રિયા પાળવામાં આવી નથી. સાથે સાથે કોઇ સંબંધિતો સાથે વાતચીત પણ કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે ખુબ જ સંવેદનશીલ અને જટિલ ત્રિપલ તલાકના મુદ્દા પર અગાઉ ૨૨મી ઓગસ્ટના દિવસે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને ત્રિપલ તલાકને ગરબંધારણીય ઠેરવતા દેશમાં જુદા જુદા સમુદાયમાં આની ભારે ચર્ચા જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય પીઠે ૩-૨ની બહુમતિ સાથે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રિપલ તલાક પર આગામી છ મહિના માટે સ્ટે મુકી દીધો હતો. સાથે સાથે કેન્દ્ર સરકારને ત્રિપલ તલાકના મુદ્દા ઉપર કાયદો બનાવવા માટે સૂચના આપી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટના પાંચ જજ પૈકી ત્રણ જજે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો હતો જ્યારે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જેએસ ખેહર અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરે આ મામલામાં જુદો અભિપ્રાય આપ્યો હતો. જસ્ટિસ કુરિયન, જસ્ટિસ જોસેફ અને જસ્ટિસ નરીમને ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને આને સ્વૈચ્છિક તરીકે ગણાવીને આની ટિકા કરી હતી. સાથે સાથે ત્રિપલ તલાકને ફગાવી દીધો હતો. ૩-૨ની બહુમતિથી આ ચુકાદો આપવામાં આવ્યો હતો.

Related posts

મુસ્લિમ લીગ વાયરસ સમાન : આદિત્યનાથ

aapnugujarat

ભોપાલથી લોકસભાની ચૂંટણી લડવાની વાતને કરીનાએ અફવા ગણાવી

aapnugujarat

कश्मीर में आतंकी हमले कराने की फिराक में हैं पाकिस्तान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1