Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નક્સલવાદી નવા હુમલા કરવા માટે તૈયાર : હેવાલ

દેશના કેટલાક રાજ્યોમાં નક્સલવાદીઓ હજુ સક્રિય થયેલા છે. નક્સલવાદીઓ હવે નવા હુમલા કરવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ નક્સલવાદીઓ પાસે હવે નાણાં આવી ગયા છે. આવી સ્થિતીમાં નવા હુમલા કરવાની રાહ જોવામાં આવી રહી છે. નક્સલવાદીઓ નવા હુમલાને અંજામ આપવા માટે પોતાના આકાઓના આદેશની રાહ જોઇ રહ્યા છે. કોઇ પણ સમય આદેશ મળ્યા બાદ હવે હુમલા કરવામાં આવશે. ગુપ્તચર સંસ્થાઓને બાતમી મળ્યા બાદ નક્સલવાદીગ્રસ્ત રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. નક્સલવાદી વિતેલા વર્ષોમાં પોલીસ અને સુરક્ષા દળના કાફલા પર વધારે હુમલા કરતા રહ્યા છે. હવે પોતાની હાજરી પુરવાર કરવા માટે કેટલાક સંગઠનની મદદ પણ લેવામાં આવી રહી છે. નક્સલવાદી ગતિવિધી પર બ્રેક મુકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી જ પગલા લેવામાં આવી રહ્યા છે.
આવી સ્થિતીમાં નોટબંધીના કારણે તેમની હાલત વધારે કફોડી બની છે. નક્સલવાદીઓ મુખ્યરીતે બિહાર, ઝારખંડ અને છત્તિસગઢમાં વધારે સક્રિય છે. તેમની ગતિવિધી પર નજર રાખવામાં આવી રહી છે. બળવાખોરો મોટા ભાગે તક મળ્યા બાદ સુરક્ષા દળોને છુપા હુમલા મારફતે ટાર્ગેટ બનાવે છે. આ રણનિતી તેમની જુની નીતિના ભાગરૂપે છે. જો કે હાલમાં તેમની ગતિવિધી નોટબંધીના કારણે ઘટીછે પરંતુ નક્સલવાદીઓના લીડરો પણ તેમના પર દબાણ લાવી રહ્યા છે. આવી સ્થિતીમાં હુમલા કરવા માટેના બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હાલમાં નક્સલવાદી ગ્રસ્ત રાજ્યોમાં સુરક્ષા દળો વધારે સલામત થઇ ગયા છે.

Related posts

बेनामी संपत्ति केस में मीसा भारती को मिली मोहलत

aapnugujarat

भारत में सबसे तेजी से कोरोना टीकाकरण, 70 लाख से ज्यादा लोगों को लगा टीका

editor

અમેરિકામાં -૪૦ ડિગ્રી તાપમાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1