Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાનાં વીઝા મેળવવા મુશ્કેલ : સોશિયલ મીડિયાની માહિતી આપવી પડશે

અમેરિકા માટે વીઝા એપ્લિકેશન કરનારા કેટલાક લોકો પાસેથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સની માહિતી માંગવામાં આવી છે. યૂએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ લોકોના સોશિયલ મીડિયા પરનું વર્તન, ઈમેલ એડ્રેસ અને ફોન નંબરની તપાસ કરવા માંગે છે. અમેરિકા જવા માંગતા લોકો પર કડક નજર રાખવાની ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની પહેલ હેઠળ આ પ્રકારના પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. સૂચિત માહિતી તે વિઝા એપ્લિકન્ટ્‌સ પાસેથી માંગવામાં આવશે જેમની ઓળખ વધુ તકેદારી રાખવાની કેટેગરી હેઠળ કરવામાં આવ્યો છે.જેમ કે એવા લોકો જે આતંકીઓના નિયંત્રણવાળી સ્થળોનો પ્રવાસ કરી ચૂક્યા છે.અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના અંદાજા મુજબ, અમેરિકા માટે વિઝા એપ્લિકેશન કરનારા કુલ લોકોમાંથી માત્ર ૦.૫% લોકો પર આ નિયમોનો અસર પડશે.એક સામાન્ય અંદાજ મુજબ આવા લોકોની સંખ્યા ૬૫,૦૦૦ જેટલી હશે.આ નિયમોના દાયરામાં આવનારા લોકોને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને પ્લેટફોર્મ્સની માહિતી આપવાની રહેશે.આ દરમિયાન કરવામાં આવેલા તમામ ફોન નંબર્સ અને ઈમેલ એડ્રેસની પણ જાણકારી આપવાની રહેશે.જોકે, સ્ટેટ ડિપાર્ટમેન્ટની નોટિસ મુજબ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સના પાસવર્ડ નહીં માંગવામાં આવે અને ન તો એપ્લિકન્ટસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સના પ્રાઇવેસી નિયમોને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે.મહત્વપૂર્ણ છે કે, અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓએ યૂએસ બોર્ડર ચેક પોઇન્ટ્‌સ પર આવનારા કેટલાક વિદેશીઓને સોશિયલ મીડિયાની જાણકારી માંગી હતી.
જોકે, તે સમયે વિઝા એપ્લિકન્ટ્‌સ માટે આ પ્રકારની જાણકારી શેર કરવી જરૂરી નહોતી.નવા નિયમો મુજબ, વિઝા એપ્લિકન્ટ્‌સને છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન કરવામાં આવેલી મુસાફરી અને કામકાજનો ઈતિહાસ રજૂ કરવાનો રહેશે.આ ઉપરાંત, ભાઈ-બહેન-બાળકો, વર્તમાન અને પૂર્વ પતિ-પત્ની તથા પાર્ટનર વગેરે વિશે પણ જણાવવું પડશે.હાલ માત્ર પાંચ વર્ષની મુસાફરી અને કામકાજની વિગતો માંગવામાં આવે છે.જોકે, પરિવાર અને ઘરવાળા સાથે સંકળાયેલી માહિતી માંગવામાં નથી આવતી.સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તેને વધારાની માહિતી માત્ર એટલા માટે જોઈએ છે જેથી આતંકવાદ કે બીજી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કારણોથી વિઝા રદ કરવાના માપદંડોના આધારે વિઝા એપ્લિકન્ટ્‌સની સખતાઈથી સમીક્ષા કરી શકાય.ગુરુવારે સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે સામાન્ય લોકોના મંતવ્ય માંગવામાં આવ્યા છે.જોકે, નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ યોજનાને અસ્થાઈ રીતે અમલી કરવા માટે વ્હાઈટ હાઉસ બજેટ ઓફિસની મંજૂરી માંગવામાં આવી છે જેથી આવનારા ૧૮૦ દિવસોમાં તેને લાગુ કરી શકાય.સામાન્ય લોકોના મંતવ્ય જે પણ હોય પરંતુ શરૂઆત ૧૮ મેથી શરૂ થઈ રહી છે.

Related posts

આર્મી ઓફિસરના અપહરણમાં ભારતનો હાથ હોવાના પુરાવા નહીં : અબ્દુલ કાદિર બલોચ

aapnugujarat

नवाज शरीफ की हालत गंभीर

aapnugujarat

परमाणु समझौते को बचाने के लिये यूरोप के पास 60 दिन का समय : ईरान

aapnugujarat

Leave a Comment

URL