Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કર્મચારીઓને પ્રમોશનમાં અનામત લાભ આપવા માટે આગળ વધી રહી છે મોદી સરકાર

સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવાના પ્રસ્તાવને મોદી સરકાર આગળ વધારી રહી છે.તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગે આના સંદર્ભેનો રિપોર્ટ વડાપ્રધાન મોદીને સોંપ્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે સમાન તકો ઉપલબ્ધ કરાવવા અને સમાવેશી વિકાસ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના કર્મચારીઓ માટે પ્રમોશનમાં અનામત ચાલુ રાખવું જરૂરી છે.
૨૦૦૬માં એમ. નાગરાજન કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠના નિર્ણયના આધારે પ્રમોશનમાં અનામત વિરુદ્ધ ઘણાં ન્યાયિક આદેશ આપ્યા છે. ત્યાર બાદ આ મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માર્ચ-૨૦૧૬માં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ડીઓપીટીને એક રિપોર્ટ તૈયાર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.મહત્વપૂર્ણ છે કે ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે સરકારે એસસી, એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવું બંધારણના અનુચ્છેદ-૧૬-૪એ હેઠળ ફરજિયાત નથી. આદેશ પ્રમાણે આ જોગવાઈ કેટલીક નિશ્ચિત શરતો સાથે જ લાગું કરી શકાય છે. આ શરતો છે- પછાતપણું, પ્રતિનિધિત્વની ઉણપો દૂર કરવી અને વહીવટી તંત્રની કાર્યકુશળતાને વધારવી.ડીઓપીટીના રિપોર્ટ પ્રમાણે કોટા પોલિસી હેઠળ એસસી માટે ૧૫ ટકા અને એસટી માટે ૭.૫ ટકા પ્રતિનિધિત્વના લક્ષ્યાંકને ઘણાં વિભાગો પ્રાપ્ત કરી શક્યા નથી. એટોર્ની જનરલ સાથે ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિકાસના પેરામીટર પર એસસી, એસટી, સમુદાયના લોકો આર્થિક, સામાજિક, શૈક્ષણિકપણે અન્ય સમૂહોથી ઘણાં પાછળ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ગના લોકોની પ્રગતિ માટે સકારાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે. આ રિપોર્ટને મોદી સરકાર તરફથી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાંથી માર્ગ કાઢવાની દિશામાં ઉઠાવવામાં આવેલા પગલા તરીકે જોવામાં આવે છે.
વિભિન્ન અદાલતી ચુકાદાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે એસસી, એસટીને પ્રમોશનમાં અનામત આપવાનું મુશ્કેલ બની ચુક્યું છે. ૨૦૧૨માં તત્કાલિન યુપીએ સરકારે બીએસપી જેવી પાર્ટીઓના દબાણમાં બંધારણના ૧૧૭માં સંશોધન બિલને રજૂ કર્યું હતું. પરંતુ આ બિલ સંસદમાંથી પારીત થયું ન હતું.

Related posts

નિતિન ગડકરીએ ઉમેદવારીપત્ર ભર્યું : ૫ વર્ષમાં વાર્ષિક આવક૧૪૦ ટકા વધી

aapnugujarat

નાણાં મંત્રી અરૂણ જેટલી આવતીકાલે બજેટ રજુ કરશે

aapnugujarat

उत्तराखंड के मुनस्यारी में कार नदी में गिरी, 3 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

URL