Aapnu Gujarat
બિઝનેસ

સરકારની નીતિથી કેમિસ્ટોમાં નારાજગી, ૩૦મે ના રોજ કેમિસ્ટની દુકાનો રહેશે બંધ

સરકારીનીતિથી ત્રસ્ત કેમિસ્ટ એસોસિએશનને આગામી ૩૦મી મે ના રોજ બંધ પાળવાનું નક્કી કર્યું છે. મોંધી દવાઓ માટે કેમિસ્ટોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે ત્યારે કેમિસ્ટોમાં નારાજગી જોવા મળી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર્દીઓને સસ્તી દવા મળી રહે તે માટે જેનેરિક દવા પ્રિસ્ક્રાઇબ કરવાનુ આહવાન કર્યુ છે તેમ છતાં પણ તેનો અમલ થઇ રહ્યો નથી. મોંધી દવાઓના વેચાણ માટે કેમિસ્ટોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે ત્યારે કેમિસ્ટ એશોશિયેશનને જાહેર કર્યુ છે કે તેમના દ્વારા ન તો દવાનુ ઉત્પાદન કરવામાં આવે છે કે ન તો તેની વેચાણ કિંમત નક્કી કરવામાં આવી રહી છે. ડોક્ટર્સ દ્વારા જે દવા પ્રિસ્ક્રાઇબ કરી ને આપવામાં આવે છે તેમાં તેઓ જાણતા હોવા છતા અન્ય દવા આપી શકતા નથી. તેથી સરકારે આ મામલે નવુ નોટિફિકેશન બહાર પાડવાની જરૂર છે. જો આમ કરવામાં આવશે તો તેઓ પણ જેનેરિક દવાઓ આપી શકશે.
એસોસિએશને આક્ષેપ કર્યો હતો કે ગરીબોને સસ્તી દવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા જેનેરિક દવાની દુકાનો શરૂ કરવામાં આવી છે પરંતુ તેમાં પણ છીંડા સામે આવ્યાં છે.. એક જ દવા બે જુદા જુદા કેન્દ્રો પરથી ખરિદવામાં આવે તો બંનેના ભાવમાં ફર્ક જોવા મળી રહ્યો છે.. એટોરવાસ્ટેટીન દવા બે વિવિધ દિન દયાળ ઉપાધ્યાય જનઔષધી કેન્દ્ર પરથી ખરિદવામાં આવી તો બંનેના ભાવમા મોટો ફર્ક જોવા મળ્યો હતો.. તો બીજીતરફ બીલ પર ડોક્ટરનુ નામ, દર્દીનુ નામ, કેમિસ્ટનુ નામ લખવુ પણ ફરજીયાત બનાવવામાં આવ્યુ છે પરંતુ દિન દયાળ કેન્દ્ર પરથી આપવામાં આવેલ બીલ પર આમાંથી કશુ જ જોવા મળ્યુ નહતુ.
સરકાર દ્વારા કેમિસ્ટોને અનેક રીતે નવા નવા ફતવાઓ અને નિતી નિયમોમાં ફેરફાર કરીને હેરાન કરવામાં આવી રહ્યાં છે જેને લઇને ઓલ ઇન્ડીયા ફેડરેશન ઓફ કેમિસ્ટ્‌સ એન્ડ ડ્રીગીસ્ટ ઓશોશિયેશન સાથે સંકળાયેલ સાડા આઠ લાખ હોલસેલર્સ અને રિટેલર્સ આગામી ૩૦મી મેંનાં રોજ બંધ પાળશે..

Related posts

નીરવ મોદી કેસમાં વસૂલી માટે પર્યાપ્ત સંપત્તિ ઉપલબ્ધઃ પીએનબીનો દાવો

aapnugujarat

सबसे महंगी हो सकती है इसबार की अक्षय तृतीया

aapnugujarat

પાઈલટ્‌સની તંગીને કારણે ઈન્ડીગોએ ૩૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ કરી

aapnugujarat

Leave a Comment

URL