Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

દેશભરના એસ.ટી. વહીવટીતંત્રોને ઈલેક્ટ્રિક બસનો પર્યાય સ્વીકારવાની કેન્દ્ર સરકારની સૂચના

દેશમાં વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓનાં પરિવહન વિભાગોને ઈલેક્ટ્રિક બસો દોડાવવાના પર્યાયને શક્ય એટલું જલદી સ્વીકારીને અમલમાં મૂકવો પડશે.
દેશના ખૂણેખૂણે પ્રવાસી સેવા પૂરી પાડતા વિવિધ રાજ્ય પરિવહન મહામંડળ (એસ.ટી.) અત્યાર સુધી પરંપરાગત ઈંધણનો ઉપયોગ કરીને બસો દોડાવે છે. આ ઈંધણના વપરાશ પર મોટો ખર્ચ થાય છે તેથી આવનારા સમયમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનોને ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ શરૂ કરવો પડશે એવી સૂચના કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આપી છે.
દેશભરમાં ૫૪ રાજ્ય પરિવહન તથા હાઈવે પરિવહન કોર્પોરેશનોએ પ્રવાસી સેવા માટે ઈલેક્ટ્રિક બસનો વપરાશ કરવાથી પ્રદૂષણ ઘટશે અને બસની જાળવણી પાછળનો ખર્ચ પણ ઓછો થશે. એટલું જ નહીં, પ્રવાસીઓને ટિકિટનાં દરમાં ઘટાડાનો લાભ પણ મળી શકે છે.
આ માટેનો યોગ્ય પ્રસ્તાવ સંબંધિત રાજ્યોના પરિવહન વિભાગે કેન્દ્રીય પરિવહન મંત્રાલયને મોકલવાનો રહેશે. પ્રસ્તાવ મોકલનાર રાજ્ય એસ.ટી. વિભાગને કેન્દ્રીય મંત્રાલય આર્થિક મદદ પણ કરશે.
મહારાષ્ટ્રમાં, હાલ એસ.ટી.ના કાફલાની મોટા ભાગની બસો ડિઝલ પર ચાલે છે. એ માટે વિભાગને ઘણો ખર્ચ ભોગવવો પડે છે. પરંતુ જો તે ઈલેક્ટ્રિક બસનો પર્યાય સ્વીકારે તો એને મોટી આર્થિક બચત થશે. સાથોસાથ, પ્રવાસી ટિકિટ ભાડામાં ઘટાડો પણ કરી શકાશે અને એમ કરીને ખાનગી બસચાલકો સાથેની સ્પર્ધામાં ટકી શકાશે. ઈલેક્ટ્રિક બસોનો પર્યાય એસ.ટી. નિગમ તથા પ્રવાસીઓ, બંને માટે ફાયદાકારક બનશે.મુંબઈમાં, ‘બેસ્ટ’ કંપની ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું શરૂ કરે એવી ધારણા છે.

Related posts

जय शाह के बचाव में उतरे राजनाथ, जांच की जरुरत नहीं

aapnugujarat

અસદુદ્દીન ઓવેસીએ મહારાષ્ટ્રમાં મુસ્લિમો માટે માંગી અનામત

aapnugujarat

सर्वदलीय बैठक में बोले पीएम मोदी – अभी भी खुलें हैं किसानों से बातचीत के लिए दरवाजे

editor

Leave a Comment

URL