Aapnu Gujarat
રમતગમત

દિલ્હી સામે પરાજય માટે ગુજરાત લાયન્સના કેપ્ટન રૈનાએ બોલરોને દોષી ગણાવ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં અત્રેના ફિરોઝશાહ કોટલા મેદાન પર ગઈ કાલે રાતે રમાઈ ગયેલી લીગ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ સામે ૭-વિકેટથી પોતાની ટીમના થયેલા પરાજય બદલ ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેશ રૈનાએ તેના બોલરોને દોષી ગણાવ્યા છે.ગુજરાત લાયન્સે રૈનાનાં અણનમ ૭૭ રનની મદદથી પોતાની ૨૦ ઓવરમાં ૭-વિકેટના ભોગે ૨૦૮ રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. તેના જવાબમાં, દિલ્હીએ માત્ર ૩ જ વિકેટ ગુમાવીને ૧૭.૩ ઓવરમાં ૨૧૪ રન કરીને મેચ જીતી લીધી હતી. દિલ્હીના વિકેટકીપર રીષભ પંતે ૪૩ બોલમાં ૯૭ રન ફટકાર્યા હતા જેમાં ૯ છગ્ગા અને ૬ ચોગ્ગા હતા. ઓપનિંગ બેટ્‌સમેન સંજુ સેમસને ૩૧ બોલમાં ૬૧ રન કર્યા હતા. એ બંનેએ ૬૩ બોલમાં ૧૪૩ રનની ભાગીદારી કરી હતી.આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ્‌સ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે અને પ્લે-ઓફ્સ માટે ક્વોલિફાય થવાની આશા જીવંત રાખી છે જ્યારે ગુજરાત સાતમા ક્રમે રહીને પ્લે-ઓફ્સની રેસમાંથી બહાર થઈ ગયું છે.રૈનાએ કહ્યું કે, અમે સારી બોલિંગ કરી નહોતી. જૂના બોલ સાથે બોલિંગ કરવાનો અમારા બોલરો પાસે અનુભવ નથી. એન્ડ્રયૂ ટાઈ સારી બોલિંગ કરતો હતો. વળી, બ્રેવો પણ અમારી ટીમમાં નહોતો.

Related posts

इमरान का UNGA में दिया गया भाषण बकवास : गांगुली

aapnugujarat

કોહલીએ ફગાવી સોફ્ટ ડ્રીંક્સની કરોડોની ડીલ

aapnugujarat

૧૬ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ કરશે પાકિસ્તાનનો પ્રવાસ

editor

Leave a Comment

URL