Aapnu Gujarat
રાષ્ટ્રીય

આઝમ ખાન સામે કઠોર પગલા લેવા યોગીને પત્ર

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ રામ નાયકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે અને જુદા જુદા આરોપના આધાર પર તેમની સામે પગલા લેવાની સૂચના આપી છે. અહેવાલ મુજબ સમાજવાદી પાર્ટીના શક્તિશાળી નેતા આઝમ ખાન ઉપર તેમની સત્તાવાર પોઝિશનનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આદિત્યનાથને લખવામાં આવેલા પત્રમાં રાજ્યપાલે ૧૪ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે જેના આધાર પર આઝમ ખાનની સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે. આઝમ ખાન અખિલેશ યાદવના નેતૃત્વમાં અગાઉની સરકારમાં સંસદીય બાબતો અને શહેરી વિકાસ પ્રધાન તરીકે હતા. તેમના ઉપર પ્રધાન તરીકેના ગાળા દરમિયાન સત્તાવાર પોઝિશનનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વક્ફ બોર્ડની સંપત્તિ ગેરકાયદેરીતે જપ્ત કરવાનો તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે. રામપુરના આ ધારાસભ્ય ઉપર જાહેર સંપત્તિ અને જાહેર નાણાનો દુરુપયોગ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાનગી યુનિવર્સિટીમાં ગેસ્ટહાઉસ નિર્માણ કરવાનો પણ તેમના ઉપર આક્ષેપ છે. સાથે સાથે સ્પોટ્‌ર્સ સ્ટેડિયમ સાથે જોડાયેલી ચીજવસ્તુઓને રામપુરમાં ખાનગી મોહમ્મદ અલી જોહર યુનિવર્સિટીમાં લઇ જવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ દ્વારા તૈયાર કરવામાં આવેલા ૪૨ પાનાના અહેવાલમાં પૂર્વ પ્રધાન સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અહેવાલ પગલા માટે પીએમની ઓફિસમાં પણ મોકલવામાં આવ્યા છે. આઝમ ખાનની ગેરરીતિના સંદર્ભમાં કોંગ્રેસના નેતા ફૈઝલ લાલા દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી હતી. આઝમ ખાનની મુશ્કેલી છેલ્લા ઘણા સમયથી ઓછી થઇ રહી નથી. યુપી ચૂંટણી વેળા પણ તેઓ આક્ષેપબાજીના ઘેરમાં રહ્યા હતા. આડેધડ નિવેદનબાજી માટે તેઓ જાણીતા છે.

Related posts

ब्रिटेन हमलाः मैनचेस्टर म्यूजिक कन्सर्ट में धमाके से २२ की मौत

aapnugujarat

PK का CM नीतीश पर तंज, कहा- बिहार में कोरोना के बजाय चुनाव पर कर रही है चर्चा

editor

દિલ્હીમાં ૨૨ વર્ષના યુવકે ૧૨ વર્ષની પ્રેમિકા સાથે ટ્રેન સામે છલાંગ લગાવી

aapnugujarat

Leave a Comment

URL