કેન્દ્રીય કેબિનેટે ૧૪ લાખ સશસ્ત્ર દળના જવાનો માટે પેન્ડિંગ પગાર વધારાને લીલીઝંડી આપી દીધી છે. આની સાથે જ મોટી સંખ્યામાં જવાનોને રાહત થઇ શકે છે. મોદી સરકારે પેન્ડિંગ પગાર વધારાને લીલીઝંડી આપી દીધી છે. સશસ્ત્ર દળના જવાનોની આ માંગણી લાંબા સમયથી રહેલી હતી. સરકારે સાવધાનીપૂર્વકનો નિર્ણય કર્યો છે. સશસ્ત્ર દળના જવાનો દ્વારા પર્સેન્ટેજ આધારિત વ્યવસ્થાની માંગ કરવામાં આવી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે ત્રણ મુખ્ય માંગણીઓ પણ સશસ્ત્ર દળોની સૈદ્ધાંતિકરીતે સ્વીકારવા મંજુરી આપી દીધી છે. બ્રિગેડિયરના રેંકથી પ્રમોશન મેળવી રહેલાઓને વેતન રક્ષણ ઉપલબ્ધ કરાવવા સહિત તેમના પગાર માળખા સાથે સંબંધિત ત્રણ માંગણીઓને સરકારે સ્વીકારી લીધી છે. ચોક્કસ વ્યવસ્થામાં કેટલીક ખામીઓ રહેલી હતી. જે પૈકી હાયર રેંક ઉપર પ્રમોટ થયેલા અધિકારીઓ મિલેટ્રી પે સર્વિસમાં નુકસાનનો સામનો કરે છે આને લઇને રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ સંરક્ષણ મંત્રી અરુણ જેટલીએ ખાતરી આપી હતી કે, સરકાર ૨૪ વર્ષથી ૪૦ વર્ષ સુધી પે મેટ્રિક્સ વધારવાની માંગણીને સ્વીકારી રહી છે. લેફ્ટી કર્નલ અને કર્નલના પગારને તર્કસંગત બનાવવામાં આવી રહ્યા છે. સરકારે સાતમાં સેન્ટ્રલ પે કમિશનની ભલામણોમાં સુધારાને મંજુરી આપી દીધી છે. ૨૦૧૬ પહેલાના પેન્શનરો અને ઉચ્ચ સ્તરીય પેનલની ભલામણો ઉપર આધારિત પારિવારિક પેન્શનરોના પેન્શનમાં સુધારાની પદ્ધતિ સાથે સંબંધિત ભલામણને પણ મંજુરી આપી છે. આ નિર્ણયથી ૫૫ લાખ ૨૦૧૬ પહેલાના સિવિલ અને ડિફેન્સ પેન્શનરો અને પારિવારિક પેન્શનરોને ફાયદો થશે. સુધારવામાં આવેલી ફોર્મ્યુલાથી પેન્શનરોને સીધો ફાયદો થશે. પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી સૂચિત સુધારાના લાભ આપવાનો પણ નિર્ણય કરાયો છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૬ સાતમાં સેન્ટ્રલ પે કમિશનની ભલામણોને અમલી બનાવવાની તારીખ છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા આને મંજુરી આપાયા બાદ કેન્દ્ર સરકારનું વાર્ષિક પેન્શન બિલ ૧૭૬૦૭૧ કરોડ સુધી પહોંચશે.
આગળની પોસ્ટ