હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૦માં રોેયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઇલેવન વચ્ચે જંગ ખેલાનાર છે. બેંગલોરમાં રમાનારી મેચને લઇને ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં બેંગલોરની ટીમમાં વિશ્વના સૌથી ધરખમ ખેલાડીઓ એક સાથે હોવા છતાં તમામ ખેલાડી ફ્લોપ રહ્યા છે. આ ટીમમાં વિરાટ કોહલી ઉપરાંત ડિવિલિયર્સ અને શેન વોટસન તેમજ ગેઇલ જેવા ખેલાડી હોવા છતાં આ ટીમ આશ્ચર્યજનક રીતે પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર છે. બેંગલોરની ટીમે હજુ સુધી ૧૧ મેચો રમી છે જે પૈકી માત્ર બે મેચમાં તેની જીત થઇ છે. આઠમાં તેની હાર થઇ છે. ટોસ મેચમાં ઉપયોગી ભૂમિકા અદા કરી શકે છે. બેંગલોરમાં રમાનારી મેચમાં છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. બન્ને ટીમોના સ્ટાર ખેલાડી નિયમિત સારો દેખાવ કરી શક્યા નથી. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. આઇપીએલ-૧૦ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આઇપીએલ-૧૦માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. મેચને લઇને ભારે રોમાંચ છે. મેચને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કરોડો ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સુક છે. આઈપીએલની શરૂઆત થયા બાદથી ક્રિકેટ ચાહકો હવે આઠ વાગ્યાથી ટીવી ઉપર ગોઠવાઈ જાય છે.