ભારતમાં ચીન કોઈને કોઈ રીતે તેનો પગપેસારો વધારી રહ્યું છે. પહેલા ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ ગણાવી ભારત સાથે વિવાદ ઉભો કરતું આવ્યું છે. હવે ચીને કશ્મીર વિવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
મહત્વનું છે કે, અત્યાર સુધી ચીન કશ્મીર સમસ્યાના સમાધાન માટે ભારત-પાકિસ્તાન વચ્ચે વાટાઘાટોની ભલામણ કરતું આવ્યું છે. આપને જણાવી દઈએ કે, ચીન દ્વારા નિર્માણાધીન ચીન-પાકિસ્તન ઈકોનોમિક કોરિડોર પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાંથી પસાર થાય છે અને ચીન તેમાં ૪૦ અબજ ડોલરનું રોકાણ કરશે. આ કારણે ચીનને કશ્મીર મુદ્દે તેનું વલણ બદલવાની ફરજ પડી હોય તેમ માનવામાં આવે છે.ભારતના વિરોધને અવગણીને ચીને સીપીઇસી પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે, કશ્મીર વિવાદમાં મધ્યસ્થી કરીને ચીન પોતાનો જ સ્વાર્થ જોવે છે. અન્ય દેશોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવો એ ચીનની વિદેશ નીતિનો એક ભાગ બની ગયો હોય તેમ લાગે છે.વધુમાં ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું કે, વન બેલ્ટ વન રોડમાં આવતાં દેશોમાં ચીને મોટા પાયે રોકાણ કર્યું છે. આ સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના કશ્મીર વિવાદ સહિતના અન્ય ક્ષેત્રીય વિવાદોના નિરાકરણ માટે મદદ કરવી ચીનના પોતાના જ હિતમાં છે.ચીન પાસે મધ્યસ્થતા દ્વારા વિવાદોનો ઉકેલ લાવવાની ક્ષમતા છે. જોકે ચીને હવે ક્ષેત્રીય બાબતોમાં મધ્યસ્થિની જેમ વર્તન કરવાનું અને ભારત સહિત અન્ય શક્તિશાળી દેશો સાથે વિવેકપૂર્ણ રીતે વ્યવહાર કરવાનું શીખવું પડશે. આ બાબતોમાં તેને પોતાની મનમાની કરવી પોષાય તેમ નથી.ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે, ચીન માટે ભારત-પાકિસ્તાન વચ્ચે કશ્મીર મુદ્દે મધ્યસ્થિ કરવાનું ખુબ જ પડકારજનક કામ છે. પ્રથમવાર ચીની મીડિયાએ એ વાતનો સત્તાવાર સ્વીકાર કર્યો છે કે, કશ્મીર મુદ્દે મધ્યસ્થિ બનવામાં ચીનનું હિત સમાયેલું છે.
આગળની પોસ્ટ