Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુરોપિયન યુનિયન પર બ્રિટનની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પીએમ થેરેસા મેએ લગાવ્યો આરોપ

બ્રિટન- યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન થેરેસા મેએ યુરોપિયન યુનિયનના નેતાએ પર આરોપ લગાવ્યો છે કે, તેઓ બ્રેક્ઝિટને ધમકાવીને બ્રિટનની સામાન્ય ચૂંટણી પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચૂંટણીને લઈને બ્રિટનના સ્થાનિક એક્ઝિટ પોલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લેબર પાર્ટી સત્તા પક્ષ કરતાં પાછળ ચાલી રહી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.બ્રિટનના મહારાણી એલિઝાબેથ સાથે મુલાકાત બાદ સંસદ ભંગ કરવાનો નિર્ણય કર્યા બાદ થેરેસા મેએ જણાવ્યું કે, કેટલાક લોકો નથી ઈચ્છતાં કે, બ્રેક્ઝિટને લઈને ચાલી રહેલી ચર્ચા સફળ થાય. આ દરમિયાન એક જર્મન અખબારે જણાવ્યું છે કે, ઇયુના અધ્યક્ષે બ્રિટનના પીએમ થેરેસા મેને જણાવ્યું કે, બ્રિક્ઝિટની ચર્ચા સફળ થશે નહીં. જોકે, થેરેસા મેએ જર્મન અખબારના રીપોર્ટને પાયા વિહોણો ગણાવ્યો છે.
આપને જણાવી દઈએ કે, બ્રિટિશ સંસદને ગત બુધવારના રોજ સત્તાવાર રીતે ભંગ કરવામાં આવી છે. જેને કારણે બ્રિટિશ સંસદની કાર્યવાહી ૮ જૂને યોજાનારી આગામી ચૂંટણી સુધી સ્થગિત રહેશે.
બ્રિટનના કાયદા પ્રમાણે ચૂંટણી પહેલાં બ્રિટિશ સંસદને ૨૫ દિવસ પહેલા ભંગ કરવામાં આવે છે. ત્યારબાદ બ્રિટિશ સાંસદો પાસેથી સાંસદ તરીકેના વિશેષાધિકાર લઈ લેવામાં આવે છે. સંસદ ભંગ કરાવવા માટેની મંજૂરી લેવા માટે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે મહારાણી એલિઝાબેથ સાથે પણ મુલાકાત કરી હતી.
લગભગ એક વર્ષ પહેલા બ્રિટનમાં જનમતસંગ્રહ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૮ દેશોવાળા યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને બહાર નીકળવા માટેનો જનાદેશ કરવામાં આવ્યો હતો. નવા ઓપિનિયન પોલ પ્રમાણે થેરેસા મેની કન્ઝર્વેટિવ પાર્ટી વિપક્ષી લેબર પાર્ટીની સરખામણીએ ઘણાં મોટા અંતરથી આગળ ચાલી રહી છે, જે દર્શાવે છે કે, બ્રિટનની જનતા ઉપર થેરેસા મેનો ઘણો પ્રભાવ છે.

Related posts

चीन में प्रचंड तूफान लेकिमा का खतरा, 10 लाख लोगों ने छोड़े घर

aapnugujarat

સ્પેસને છોડો, પહેલા પૃથ્વી પર ઘણુ કામ કરવાની જરુર છ ઃ બિલ ગેટ્‌સ

editor

જાપાન : ૬-૧ની તીવ્રતા સાથે પ્રચંડ ભૂકંપ, ૩નાં મોત

aapnugujarat

Leave a Comment

URL