બાબા રામદેવે આજે જાહેરાત કરી છે કે તેમની કંપની પતંજલિનું ટર્નઓવર ૧૦ હજાર કરોડ રૂ. કરતા આગળ જતું રહ્યું છે. રામદેવે કહ્યું છે કે અમારું ટર્નઓવર ૧૦૦ ટકાના દરે આગળ વધી રહ્યું છે. હવે પતંજલિનું ટર્નઓવર ૧૦૫૬૧ કરોડ રૂ. થઈ ગયું છે.
આ મામલે બાબા રામદેવે કહ્યું છે કે અમારી પાસે હાલમાં વાર્ષિક ૩૦-૪૦ હજાર કરોડ રૂ.ની પ્રોડક્શન કેપિસિટી છે. આવતા વર્ષે આ ક્ષમતા ૬૦ હજાર કરોડ રૂ. થઈ જશે.
આ સિવાય બાબા રામદેવે કહ્યું છે કે નોઇડામાં અમારું નવું યુનિટ લગાવવામાં આવશે જેમાં ૨૦-૨૫ હજાર કરોડ રૂ.ની પ્રોડક્શન ક્ષમતા હશે. આના માટે અમે કોઈ પાસેથી દાનમાં જમીન નથી લીધી.બાબા રામદેવે જણાવ્યું છે કે પતંજલિ મામલે લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. મુસ્લિમ લોકોને કહેવામાં આવે છે કે અમારી દરેક પ્રોડક્ટમાં ગૌમૂત્ર શામેલ છે. બાબા રામદેવે કહ્યું છે કે અમારી માત્ર ૪-૫ પ્રોડક્ટ્સમાં ગૌમૂત્ર શામેલ છે અને જેમાં એ શામેલ છે એમાં આ વાતનો નિર્દેશ કરેલો છે. બાબા રામદેવે જણાવ્યું છે કે આવતા ૧-૨ વર્ષમાં પતંજલિ દેશમાં સૌથી મોટી બ્રાન્ડ બનીને વિકાસ પામશે.