Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

નોટબંધી ૫છી ૫ણ ભારતીય અર્થતંત્ર બન્યું મજબુત : યુએન

જાહેર રોકાણ અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહેલા સુધારના કારણે ભારતની અર્થવ્યવસ્થાને ગતિ મળી શકે છે. આ વાત સંયુક્ત રાષ્ટ્રે પોતાના એક રિપોર્ટમાં જણાવી છે.
રિપોર્ટમાં ભારતનો ચાલુ વર્ષે વિકાસ દર ૭.૨ ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે.તો ૨૦૧૮-૧૯ મા આ વિકાસદર ૭.૪ ટકા રહેવાની આશા વ્યક્ત કરાઇ છે. સયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિભાગ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટસ રિપોર્ટમાં દક્ષિણ એશિયાના અનેક દેશમાં આર્થિક સુધારાના વલણને ટાકવામાં આવ્યું છે.
રિપોર્ટ પ્રમાણે સામાન્ય લોકોની વધી રહેલી માગના કારણે મધ્ય એશિયાના દેશોની આર્થિક સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.તેની પાછળ મજબૂત આર્થિકનીતિને જવાબદાર ગણવામાં આવે છે. ભારતમાં નોટબંધીની અસર પછી પણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે. સરકાર આર્થિક સુધારાની દિશામાં આગળ વધી રહી છે. જેથી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે. જો કે ભારતમાં ખાનગી રોકણમાં જોઈએ એટલી ગતિ આવી નથી. છતાં ૫ણ સંયુક્ત રાષ્ટ્રનો આ રિપોર્ટ વર્તમાન કેન્દ્ર સરકાર માટે ખુશ ખબર સમાન છે.

Related posts

રાષ્ટ્રપતિએ છ ચાવીરુપ કાયદાને આપેલ બહાલી

aapnugujarat

OIC ने कश्मीर मुद्दे पर बदला स्टैंड, भारत ने जताया कड़ा एतराज

aapnugujarat

લોન લઈને નવું ઘર ખરીદ્યું છે તો પહેલા ઘરનાં વેચાણ પર મળશે ટેક્સ છૂટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1