Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

શહીદોના બાળકોને વિનામુલ્યે શિક્ષા મળે તે માટે બાબા રામદેવ શાળા શરૂ કરશે

યોગગુરુ બાબા રામદેવે શહીદોના બાળકોને વિનામુલ્યે શિક્ષા મળે તે માટે પતંજલિ આવાસીય સૈનિક સ્કૂલ ખોલવાનું એલાન કર્યું છે.
તેમણે કહ્યું કે આ વર્ષે આ શાળા શરૂ કરવામાં આવશે અને તે દિલ્હી-એનસીઆર કે તેની આજુબાજુ હશે. રામદેવે એ પણ જણાવ્યું કે પતંજલિ તરફથી સુકમામાં શહીદ થયેલા સીઆરપીએફના પરિજનોને ૨-૨ લાખ રૂપિયા આપવામાં આવ્યાં.
યોગગુરુ બાબા રામદેવે હરદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી.
નોંધનીય છે કે ગત મહીને છત્તીસગઢમાં સુકમામાં નક્સલીઓના હુમલામાં સીઆરપીએફના ૨૫ જવાનો શહીદ થયા હતાં.
હુમલો એવા સમયે થયો કે જ્યારે સીઆરપીએફની એક ટુકડી રોડ ઓપનિંગ પાર્ટી તરીકે વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી.ચિંતાગુફાના બુર્કાપાલમાં પહેલેથી ઘાત લગાવીને બેઠેલા ૨૦૦થી વધુ નક્સલીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. શહીદ થયેલા તમામ જવાનો સીઆરપીએફની ૭૪મી બટાલિયનના હતાં.

Related posts

तीन तलाक : मुस्लिम महिला बिल को सरकार की हरीझंडी

aapnugujarat

प्याज के बाद अब टमाटर की कीमत भी छू रही हैं आसमान

aapnugujarat

ખેડુતોને રાહત આપવા મોદીની તૈયારી

aapnugujarat

Leave a Comment

URL