Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે મોહાલીમાં વનડે મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલી ખાતે બીજી વનડે મેચ રમાનાર છે. પ્રથમ વનડે મેચ ગુમાવી દીધા બાદ ટીમ ઇન્ડિયા પર જોરદાર દેખાવ કરવાનુ દબાણ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે. આવતીકાલે મોહાલી ખાતે રમાનારી મેચ હાઇ સ્કોરિંગ બને તેવી શક્યતા છે. શ્રીલંકાની નવી ટીમે પ્રથમ મેચમાં ભારતને હાર આપીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. ભારતીય ટીમ જીતવા માર્ગ પર ફરી એન્ટ્રી કરવા માટે તૈયાર છે. પ્રથમ મેચમાં એકમાત્ર પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંગ ધોની સફળ રહ્યો હતો. બાકીના તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. શિખર ધવન, રોહિત શર્મા પર ખાસ દબાણ રહેશે. અત્રે નોંધનીય છે કે ધર્મશાળા ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં શ્રીલંકાએ ભારત ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમનો દેખાવ ખુબ જ કંગાળ રહ્યો હતો. ભારતીય ટીમે ૩૮.૨ ઓવરમાં માત્ર ૧૧૨ રન કર્યા હતા. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમનો જોરદાર ધબડકો થયો હતો અને ભારતીય ટીમ માત્ર ૧૧૨ રનમાં ખખડી ગઈ હતી. એક વખતે ભારતે ૨૯ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી અને ક્રિકેટ ચાહકો આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. પરંતુ મહેન્દ્રસિંહ ધોનીએ લાજ રાખી હતી. ધોનીએ ૬૫ રન બનાવીને ઉલ્લેખનીય દેખાવ કર્યો હતો. ત્રણ મેચોની શ્રેણીમાં શ્રીલંકાએ ૧-૦ની લીડ ધરાવે છે. અત્રે નોંધનીય છે કે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. જીતવા માટેના ૪૧૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે પાંચ વિકેટે ૨૯૯ રન બનાવ્યા હતા. તે પહેલા નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામ ઐતિહાસિક જીત મેળવી હતી. શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી. નાગપુરમાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત હતી. કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય કરાયા બાદ રોહિત શર્મા ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકેની ભૂમિકા છે તે આજે ફ્લોપ રહ્યો હતો. માત્ર બે રન કરીને આઉટ થયો હતો. ટોસ નિર્ણાયક ભૂમિકા અદા કરે તેવી શકયતા છે.

Related posts

२०१९ में नीतीश केे बिना बीजेपी जीत नहीं पाएगी

aapnugujarat

નવાદા બેઠક ઉપરથી જ ચૂંટણી લડીશ : ગિરિરાજ

aapnugujarat

विश्व कप खिताब हमारी तरफ से पाजी को तोहफा था : कोहली

editor

Leave a Comment

UA-96247877-1