Aapnu Gujarat
બિઝનેસ

ગ્રાહક માંગમાં નોટબંધી પછી ઝડપી રિકવરી : નિલ્સનનો હેવાલ

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ગ્રાહક માગમાં મોટો સુધારો નોંધાયો છે. નિલ્સનના અહેવાલ પ્રમાણે રોજિંદુ કરિયાણું તેમજ હોમ અને પર્સનલ પ્રોડક્ટ્‌સની વેચાણવૃદ્ધિ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. ગ્રાહક માગનો આ ડેટા મહત્ત્વનો છે, કારણ કે નવેમ્બરમાં નોટબંધી પછી ઝડપી રિકવરી સાથે સેન્ટિમેન્ટમાં સુધારો નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, ડિમોનેટાઇઝેશનને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહકોની ખરીદશક્તિને અસર થઈ હતી. કારણ કે તેમની પાસે રોજનું કરિયાણું, શેમ્પૂ, સાબુ કે પેકેજ્ડ બિસ્કિટ્‌સ ખરીદવા માટે પૂરતી રોકડ ન હતી. જોકે, જાન્યુઆરી-માર્ચનો ડેટા પ્રોત્સાહક છે. સૂચિત ગાળામાં એકંદર માર્કેટ ૧૨.૨ ટકા વધ્યું છે.નીલ્સનના ડેટા પ્રમાણે વોલ્યુમમાં ૭.૫ ટકા વધારો નોંધાયો છે. કોલગેટ-પામોલિવના સીઇઓ ઇયાન કૂકે રોકાણકારોને સંબોધતા જણાવ્યું હતું કે, વપરાશમાં રિકવરીનો સ્પષ્ટ સંકેત છે અને વર્ષના બાકીના ભાગમાં પણ તેમાં વૃદ્ધિ ચાલુ રહેશે.તેમણે કહ્યું હતું કે, શહેરી વપરાશ સામાન્ય થઈ ગયો છે, પણ હોલસેલ ચેનલમાં સંપૂર્ણ રિકવરી નહીં આવી હોવાથી ગ્રામીણ માગની રિકવરી ધીમી છે.
લગભગ પખવાડિયા પહેલાં એચયુએલની પેરન્ટ કંપની યુનિલિવરે જણાવ્યું હતું કે, ભારતમાં નોટબંધીની અનિશ્ચિતતા પછી વૃદ્ધિમાં રિકવરી નોંધાઈ છે.આ વખતે ’રિઝલ્ટ સીઝન’માં હજુ સુધી બે કંપની ડાબર અને મેરિકોએ ત્રિમાસિક કામગીરી જાહેર કરી છે. બંને કંપનીએ માગમાં રિકવરી અંગે હકારાત્મક નિવેદન કર્યા છે. ડાબરે જણાવ્યું હતું કે, ગ્રામીણ માગમાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે વેચાણમાં સુધારો નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, ડાબરના વેચાણમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો ગ્રામીણ વિસ્તારોનો છે. વોલ્યુમમાં ૧૦ ટકા વૃદ્ધિ દર્શાવનારી મેરિકોએ પણ સ્થિતિ સામાન્ય થઈ હોવાનું જણાવ્યું છે. જોકે, વૃદ્ધિનું કારણ માત્ર વોલ્યુમ કે પ્રોડક્ટ્‌સના વેચાણમાં વૃદ્ધિ નથી. ખાંડ, દૂધનો પાવડર અને પામ ઓઇલના ભાવમાં ગયા વર્ષે ૨૦-૮૦ ટકાની રેન્જમાં વૃદ્ધિ પછી બ્રિટાનિયા, એચયુએલ, અમુલ, ડાબર અને પારલે સહિતની કંપનીઓએ ભાવમાં વધારો કર્યો હતો અથવા પેકેજ્ડ પ્રોડક્ટ્‌સની ક્વોન્ટિટી ઘટાડી હતી.

Related posts

એસબીઆઈ ગ્રાહક નેટ બેન્કિંગથી રોજ ૨૫ હજાર મોકલી શકશે

aapnugujarat

૮.૫૫ ટકા વ્યાજદરને લઈ નવા પ્રશ્નો ઉઠાવાતા વિવાદ

aapnugujarat

વેટના અમલથી દુબઈમાં મની લોન્ડરિંગની મુશ્કેલી

aapnugujarat

Leave a Comment

URL