Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

રામમંદિર મુદ્દે મુસ્લિમોને અપીલ નહી કરું, ભાનમાં આવવાનું કહીશઃ સ્વામી

બીજેપીના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામી ગુરુવારે સીએમ યોગી આદિત્યનાથને મળવા લખનઉ પહોંચ્યા. મુલાકાત પછી તેમણે કહ્યું,સીએમ સાથે જે વાત થઇ છે, તે શેર નહી કરું. હા, રામમંદિર ત્યાં જ બનશે અને અમે કોર્ટમાં કેસ જીતીશું. મસ્જિદ તો ક્યારેય નહી બની શકે. હવે બંને સરકારોનો કોઇ અર્થ નથી. હું એકલો જ પહોંચી વળીશ. હું રામમંદિર મુદ્દાના વિરોધપક્ષને હવે અપીલ નહી કરું, પણ એવું કહીશ કે હવે ભાનમાં આવો.મીડિયા સાથેની વાતચીતમાં સ્વામીએ કહ્યું,અયોધ્યામાં રામમંદિર માટે લડવું એ મારો મૂળભૂત અધિકાર છે. મારી લડાઇ બધી બાજુ ચાલુ રહેશે. રામમંદિરના નિર્માણ પર બીજેપી સંસદ મારફતે અમિત શાહને સવાલ કરે. મારો પોતાનો અલગ દ્રષ્ટિકોણ અને વિચાર છે.હું તો હવે અયોધ્યામાં રામમંદિરના નિર્માણને લઇને દેશના મુસ્લિમોને અપીલ નહી કરું. હવે તો હું તેમનો હોશમાં આવવાની વાત કરીશ. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી મારી પિટીશન પર ફેંસલો પણ થવાનો છે.
સ્વામીએ આગળ કહ્યું,સુન્ની વકફ બોર્ડ મસ્જિદ માટે નહી, પ્રોપર્ટી માટે કેસ લડી રહ્યું છે. મંદિર પર પ્રોપર્ટીને લઇને હું કોઇ પક્ષ નથી. પયગમ્બર મોહમ્મદ સાહેબ સાથે જોડાયેલી મક્કામાં બનેલી મસ્જિદને પણ તોડવામાં આવી.રામમંદિર તો રામ જન્મભૂમિ પર જ બની શકે છે, પરંતુ એ તો જાહેર છે કે મુસલમાન ઇચ્છે તો ક્યાંક બીજે મસ્જિદ બનાવી લે. મુસ્લિમ દેશોમાં પણ મસ્જિદ જરૂરિયાત પ્રમાણે શિફ્ટ થતી રહે છે.રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
આ પહેલા માર્ચમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મામલાની જલ્દી સુનાવણી કરવાની ના પાડી હતી. કોર્ટે કહ્યું હતું કે સુબ્રમણ્યમ સ્વામી મામલામાં મુખ્ય પક્ષકાર નથી.
માર્ચમાં જ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રામમંદિર મામલા સાથે જોડાયેલા તમામ પક્ષો પરસ્પરની વાતચીતથી મામલાનો ઉકેલ લાવે. જો વાતચીત નિષ્ફળ રહે તો અમે દખલ કરીશું અને આ મુદ્દાનો ઉકેલ કાઢવા માટે મધ્યસ્થી નિયુક્ત કરીશું.ઉલ્લેખનીય છે કે સ્વામીએ એક પિટીશન દાખલ કરીને સુનાવણીની અપીલ કરી હતી.

Related posts

ममता ने नोटबंदी को बताया आपदा

aapnugujarat

વૈશ્વિક જળવાયુ ચર્ચા માટે બાઇડને વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું

editor

लद्दाख में रक्षा मंत्री बोले- भारत की एक इंच ज़मीन भी कोई नहीं ले सकता

editor

Leave a Comment

URL