Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

વિશ્વની સૌથી જાડી મહિલા ઈમાન એહમદે મુંબઈને અલવિદા કર્યું; અબુધાબી જવા રવાના

વિશ્વની સૌથી જાડી મહિલા અને ઈજિપ્તની નાગરિક ઈમાન એહમદ અહીંની સૈફી હોસ્પિટલમાં વજન ઘટાડવા માટેની સારવાર લીધાં બાદ અને ૮૨-દિવસનું રોકાણ કર્યાં બાદ આજે અહીંથી સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી માટે રવાના થઈ ગઈ છે.ઈમાનને જ્યારે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે એનું વજન ૫૦૦ કિ.ગ્રા.થી પણ વધારે હતું. વેઈટ-લોસ સર્જરી કરાયા બાદ એનું વજન હવે ઘટીને ૧૭૬.૬ કિલોગ્રામ થઈ ગયું છે.અબુ ધાબીનાં સત્તાવાળાઓએ અમુક દસ્તાવેજો પર સહી કરવાનો ઈનકાર કર્યા બાદ ઈમાનની મુંબઈમાંથી રવાનગીમાં વિલંબ થયો હતો.તે છતાં, ભાજપનાં પ્રવક્તા શાઈના એન.સી.એ કહ્યું હતું કે અબુ ધાબી તરફથી પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ ઈમાનને દક્ષિણ મુંબઈની સૈફી હોસ્પિટલથી અંધેરીસ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી લઈ જવા માટે ૨૦ કિ.મી.નો ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો.શાઈના એન.સી.એ અગાઉ હોસ્પિટલની હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઈમાનનાં ખબરઅંતર પૂછ્યાં હતાં.એમણે કહ્યું કે, ઈમાનનું ૨૪૨ કિલોગ્રામ વજન ઘટાડવા માટેની સારવાર કરનાર ડોક્ટરો પર કોઈ પ્રકારના આક્ષેપો થતા ટાળવા કે એમની પર કોઈ પ્રકારની બિનજરૂરી જવાબદારી ન આવે એની તકેદારી રાખવા માટે ઈમાનને અબુ ધાબી રવાના કરવાની પ્રક્રિયા માટેના દસ્તાવેજો ઈમાન તથા સૈફી હોસ્પિટલનાં વકીલોની હાજરીમાં તૈયાર કરવામાં આવ્યા હતા.શાઈનાએ કહ્યું છે કે ઈમાનની તબિયત એકદમ સરસ છે અને તેઓ એકદમ ફિટ છે.ડોક્ટરોએ પણ કહ્યું હતું કે ઈમાન રવાના થઈ તે પહેલાં આજે બપોરે એની સાઈકોએનાલિસીસ ટેસ્ટ કરવામાં આવી હતી.મુંબઈથી અબુ ધાબી માટે ઈમાન માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુંબઈથી ઈજિપ્ત સુધી છ કલાકના પ્રવાસ દરમિયાન છ-સભ્યોની એક ટૂકડી ઈમાનની કાળજી લેશે. એમાં પેરામેડિક્સ અને નર્સનો પણ સમાવેશ થાય છે.ઈમાનની સારવાર કરનાર ડો. મુફ્ફઝલ લકડાવાલાએ કહ્યું છે કે નજીકના ભવિષ્યમાં ઈમાન પર વેઈટ-લોસની કોઈ પણ સર્જરી કરવામાં નહીં આવે એવી સૈફી હોસ્પિટલના ડોક્ટરોને ખાતરી અપાયા બાદ જ ઈમાનને ડિસ્ચાર્જ કરવા તેઓ સહમત થયા હતા.ઉલ્લેખનીય છે કે, ઈમાનની બહેન શાઈમા સલીમે ડો. મુફ્ફઝલ લકડાવાલા વિરુદ્ધ આક્ષેપો કરતાં ઈમાનની સારવાર વિશે મોટો વિવાદ સર્જાયો હતો. શાઈમાએ એવું કહ્યું હતું કે ઈમાનની તબિયતમાં જરાય સુધારો થયો નથી.પરંતુ, ડો. લકડાવાલાએ કહ્યું હતું કે ઈમાનની સર્જરી સફળ થઈ હતી અને શાઈમા પાસે પૈસા ન હોવાથી તે ઈમાનને ઈજિપ્ત લઈ જવા માગતી નહોતી અને એટલે જ એણે તમાશો કર્યો હતો.

Related posts

जेल में ही रहेगा नीरव मोदी

aapnugujarat

સેન્સેક્સમાં ૩૫૬ અંકનો ઘટાડો

aapnugujarat

મિઝોરમ અને મધ્યપ્રદેશમાં આજે મતદાન

aapnugujarat

Leave a Comment

URL