Aapnu Gujarat
મનોરંજન

વિશ્વરૂપમ બાદ મને મુસ્લિમ વિરોધી ગણાવાયો હતોઃ કમલ હાસન

કમલ હાસને તાજેતરમાં તેની આગામી ફિલ્મ વિશ્વરૂપમ-૨નું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં કમલ હાસનને ઈજાગ્રસ્ત જણાય છે તેમજ ચિંતિત મુદ્રામાં છે. તેમનો હાથ હ્રદય પર છે જે કોઈ શપછ લેતા હોવાનું સુચવે છે. ટોચના કલાકાર એવા હાસને તેની વિશ્વરૂપમ પ્રથમના લોન્ચ બાદ તેની સામે ઉપસ્થિત થયેલી સ્થિતિનું વર્ણન કર્યું હતું.વિશ્વરૂપમ રીલીઝ થયા બાદ મને મુસ્લિમ વિરોધી હોવાનું ચિતરવામાં આવ્યું હતું,તેમ કમલ હાસને જણાવ્યું હતું.
હાસને વધુમાં જણાવ્યું કે, મને નવાઈ લાગે છે, આ લોકો ક્યાં ગયા હતા જ્યારે હે રામ ફિલ્મ બાદ મારા પર હુમલો થયો હતો? તે સમયે ભગવાધારીઓ માટે મારી ફિલ્મ ખતરા સમાન હતી. જ્યારે વિશ્વરૂપમમાં વિરોધનો કલર બદલાઈને લીલો થયો હતો. માત્ર કલર બદલાયો હતો. તર્ક વગરનો વિરોધ યથાવત્‌ રહ્યો હતો.હું કોઈપણ પ્રકારના આતંકવાદનો વિરોધી છું, ભલે પછી તે લીલો, ભગવો કે ખાખી હોય. હું દરેક ભારતીયને ચાહું છે ભલે તેનો ધર્મ કોઈપણ હોય. વિશ્વરૂપમ પર પ્રતિબંધ મૂકવા ધમકીઓ મળતી હતી પરંતુ ફક્ત તામિળનાડુમાંજ પ્રતિબંધ મૂકાયો હતો. થિયેટર સંચાલકોમાં ગભરાટ હતો અને તેમને હું દોષી નથી ગણતો. ફિલ્મ પ્રદર્શનકર્તાઓ ગલીના ફેરિયા જેવા હોય છે. જ્યારે પણ કોઈ ધમાલ થાય છે તેઓ ધંધો બંધ કરી દેતા હોય છે.
કમલ હાસનના મતે વિશ્વરૂપમ પાર્ટ ટુ વધુ પડતી રાજકીય ઉશ્કેરણીજનક હશે. મારા કેરેક્ટરના વધુ અનાવરણ તમને જોવા મળશે.
આ ઉપરાંત સિક્વલ વધુ પડતો ઉતાર-ચઢાવ ધરાવે છે. આ ફિલ્મમાં લેજેન્ડરી એક્ટ્રેસ વહિદા રહેમાન પણ છે જે કમલ હાસનની માનો રોલ નિભાવે છે. તેઓ એક ભરટનાટ્યમ ડાન્સરના રોલમાં જોવા મળશે.

Related posts

કોમેડી કરના ઇતના આસાન નહીં હૈ.. : કૃતિ

aapnugujarat

પરિણિતી પાસે ઇરફાન, સુશાંત સાથે ફિલ્મો હોવાથી કારકિર્દી વેગવાન બનવાની શક્યતા

aapnugujarat

પ્રિયા પ્રકાશ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ૮ લાખ રૂપિયા ચાર્જ લે છે

aapnugujarat

Leave a Comment

URL