Aapnu Gujarat
બ્લોગ

પદ્માવતી : વિરોધ અને સમર્થન

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ વિવાદ ચરમસીમા પર પહોંચી રહ્યો છે. થિયેટર્સ બાળવા, જાનથી મારી નાખવા અને હિંસા ફેલાવવાની ધમકીઓ અપાઈ રહી છે. મેરઠમાં એક રાજપૂત નેતાએ કહ્યું કે, જે ભણસાલીનું માથુ કાપીને લાવશે, તેને પાંચ કરોડ રૂપિયા ઈનામ મળશે. યુપીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજપૂત કરણી સેનાના ચીફ લોકેન્દ્ર સિંહે કહ્યું કે, ભણસાલીની ફિલ્મ પદ્માવતીની વિરુદ્ધ ખૂનથી લખેલી ચિઠ્ઠી ડીએમ અને સિનેમાધરના માલિકોને મોકલવામાં આવશે. પદ્માવતીનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પર હુમલાની ધમકી આપી છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્ર નાથે કહ્યું કે, દીપિકાનું નાક કાપી દેશું. જયપુરમાં એક બ્રાહ્મણ સંગઠને પણ પદ્માવતીના વિરોધને સપોર્ટ કર્યો છે. સર્વ બ્રાહ્મણ મહાસભાએ સેન્સર બોર્ડને એક પત્ર મોકલીને પદ્માવતીને બેન કરવાની માંગ કરી છે. તેમણે ખૂનથી હસ્તાક્ષર કર્યા છે.વિવાદાસ્પદ બનેલી દિપીકા પાદુકોણ અને રણવીરસિંગ અભિનિત, સંજયલીલા ભણશાળી દિગ્દર્શિત ફિલ્મ પદ્માવતી સામે હને ડાકુરાણી ફુલનદેવીને તેમનાં ઘરની બહાર ભડાકે દેનાર શેરસિંહ રાણાએ ઝંડો હાથમાં લીધો છે. શેરસિંહે રાજકોટમાં સભા કરી પદ્માવતી સામે આક્રમક રીતે સ્પીચ આપી ફિલ્મને તાત્કાલિક ડબ્બામાં પુરી દેવાની અપીલ કરી હતી. જો ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તો પરિણામ ભોગવવા ભણશાળી અને ફિલ્મનાં કલાકારોએ તૈયારી રાખવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.શેરસિંહે પદ્માવતી ફિલ્મને લઈ ક્ષત્રિયોની લાગણી સાથે ક્રુર મજાક કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું, તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. શેરસિંહે એક મીડિયા હાઉસની મુલાકાત દરમિયાન સ્પષ્ટપણે કહ્યું કે રાજપુતોનો કઠપુતળીની જેમ ઉપયોગ કરવાનું જરા પણ સાંખી લેવામાં આવશે નહી. રાણી પદ્માવતી ફિલ્મ એક પણ સિનેમાઘરમાં રિલીઝ થવા નહિ દઇએ. ગુજરાત સહિત ત્રણ રાજ્યોએ આ ફિલ્મ રિલીઝ ઉપર હંગામી પ્રતિબંધ મુકયો છે પરંતુ દેશભરના એકપણ સિનેમા હોલમાં તેને પ્રદર્શિત થવા નહિ દઇએ. હવે આ આંદોલન માત્ર ક્ષત્રિય સમાજ જ નહિ તમામ હિન્દુ – મુસ્લિમ સમાજનું બની ગયું છે. હું ગુજરાતમાં અનેક સ્થળોએ સભા કરી રાજકોટ આવ્યો છું.‘પદ્માવતી’નોરાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે. માટે ગાંધીનગરના રવિવારે રાજપૂતોએ વિશાળ સંમેલન કર્યું હતું. જોકે, ફિલ્મના વિરોધમાં યોજાયેલા સંમેલને રાજકીય રંગ પકડી લીધો છે. કારણ કે, કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલપ્તે કહ્યું હતું કે, દેશમાં અનામતની નીતિ અંગે ફેરસમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે. ગત દિવસોમાં જયપુરમાં ભાગવત અને લોકેન્દ્રસિંહની મુલાકાત ટાણે ભાગવતે અનામતની સમીક્ષાની જરૂરિયાત હોવાનો મત વ્યક્ત કર્યો હતો, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સાથેસાથે તેમણે વિશ્વ હિંદુ પરિષદના પ્રવીણ તોગડિયાનું સમર્થન હોવાની પણ જાહેરાત કરી હતી. બીજી તરફ સંમેલનમાં જનવિકલ્પ મોરચાના માર્ગદર્શક શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહની ઉપસ્થિતિ સૂચક હતી. સૂત્રો મૂજબ કરણી સેનાને અંદરખાને શંકરસિંહનું માર્ગદર્શન મળી રહ્યું છે. બ્રહ્મસમાજે પણ સમર્થન આપ્યું હતું. અગાઉ સંજય લીલા ભણસાલીની જ ફિલ્મ ‘રામ-લીલા’ પણ જાતિગત કારણોસર વિવાદમાં આવી હતી અને તેમણે છેલ્લી ઘડીએ ફિલ્મમાં કેટલાક ફેરફાર કર્યા હતા. ત્યારબાદ એ ફિલ્મ રિલીઝ થઈ શકી હતી. એ રીતે ‘બાજીરાવ મસ્તાની’ પણ ફિલ્મની કેટલીક બાબતોનો વિરોધ થયો હતો. જો પદ્માવતીનાં ઇતિહાસની વાત કરીએ તો પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીનો ક્યારેય આમનો-સામનો થયો ન હતો. હવે સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મમાં બંનેને સાથે રોમાન્સ કરતાં દેખાડ્યાં છે તેવી ચર્ચા છે. આ બાબતે સંજય લીલા ભણસાલી કહે છે કે, ‘ફિલ્મનું હજી તો ડબિંગ ચાલી રહ્યું છે ત્યારે બહાર લોકો એમ કેવી રીતે વિચારી શકે કે ફિલ્મમાં પદ્માવતી અને ખિલજી સાથે છે એવું પણ એક દૃશ્ય છે ?’
આ વાત તેમણે ફિલ્મ જ્યારે પહેલીવાર વિવાદમાં સપડાઈ ત્યારે પણ કહી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી કોઈએ સ્ક્રિપ્ટ જોઈ જ નથી, તો તેમાં શું લખાયું છે તેના વિષે તેમને કેવી રીતે ખબર પડે ?’ પરંતુ, આપણે ત્યાં જેેમ કેટલાંક લોકોના શબ્દોને આંધળી આંખે અનુસરણ કરવાની સલાહ અપાતી નથી તેવું ફિલ્મકારોનું પણ છે. અત્યારે વિવાદ ટાળવા, કે પછી તેને વધારે ઉકાળવા માટે અને નકારાત્મક પ્રચારનો ફાયદો લેવા માટે ભણસાલી વધુ સમય લેવા માંગતા હોય અને ખરેખર જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યારે તેમાં રાજપૂત સમાજને જેનો ડર હોય તેવું કોઈ દૃશ્ય સર્જનશીલતાના નામે ઘુસાડી દેવામાં આવ્યું હોય તો ? તો કરોડો લોકો સુધી ખોટો સંદેશો જાય. શ્રેષ્ઠ રસ્તો એ રહેશે કે મુદ્દો જ્યારે કોઈની ભાવના સાથે જોડાયેલો છે ત્યારે રાજપૂત સમાજ ખાસ કરીને કરણી સેનાના એક અથવા તો વધારે પ્રતિનિધિ સેન્સર બોર્ડમાં જ્યારે ફિલ્મ પાસ થવા માટે જાય ત્યારે ત્યાં હાજર રહે અને જે દૃશ્ય વિષે તેમને કોઈ વાંધો હોય તો તે સેન્સર બોર્ડ સમક્ષ ઉઠાવે.
તાજેતરમાં ભણસાલીએ રજૂ કરેલા એક વીડિયોમાં તેઓએ કહ્યું છે કે, ‘ડ્રિમ સિકવન્સનાં જે દૃશ્યોનો વિરોધ થઈ રહ્યો છે તેવાં કોઈ દૃશ્યો ફિલ્મમાં છે જ નહીં. ઉપરાંત રાણી પદ્માવતીના માન-મરતબાનું પૂરું ધ્યાન પણ રખાયું છે.’ તેમની આ ચોખવટ વિરોધીઓના ગળે ઊતરે છે કે નહીં તે તો સમય જ બતાવશે.કમલ હાસનનું કહેવું છે કે ‘પદ્માવતી’ને લઈને ભારતીયો વધુપડતા લાગણીશીલ બની રહ્યા છે. આ ફિલ્મનો ઘણો વિરોધ થઈ રહ્યો છે અને સંજય લીલા ભણસાલી તથા દીપિકા પાદુકોણના માથા માટે ૧૦ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે. કમલ હાસને અગાઉ પણ દીપિકાને સપોર્ટ કરતાં કહ્યું હતું કે તે તેના માથાને બચાવવા માગે છે. જોકે દિવસે-દિવસે આ મુદ્દો વધુ ને વધુ જટિલ બની રહ્યો છે. શનિવારે દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રવાદની ડિસ્કશન-પૅનલમાં કમલ હાસને કહ્યું હતું કે ‘આપણે વધુ પડતા લાગણીશીલ બની રહ્યા છીએ. હું એક ભારતીય હોવાને કારણે આવું સ્ટેટમેન્ટ આપી રહ્યો છું. ભૂતકાળમાં પૉલિટિશ્યન ઇચ્છતા હતા કે નાગરિકો તેમનો અવાજ ઉઠાવે. મારા જેવા ઘણા કમલ હાસન છે જેમને તેમનો અવાજ ઉઠાવવા માટે આજે પ્લૅટફૉર્મ નથી મળી રહ્યું.’
કમલ હાસનની ‘હે રામ’ અને ‘વિશ્વરૂપમ’નો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. એ ફિલ્મોનું ઉદાહરણ આપતાં કમલ હાસને કહ્યું હતું કે ‘સમસ્યા છે, પરંતુ એ કંઈ નવું નથી. મારી ફિલ્મ ‘હે રામ’ જ્યારે રિલીઝ થવાની હતી ત્યારે કૉન્ગ્રેસના કોઈ નેતાએ એનું પોસ્ટર જોઈને જ એને બૅન કરવી જોઈએ એવું કહ્યું હતું. ફિલ્મમાં શું છે એ વિશે તેમને કોઈ માહિતી નહોતી. સેન્સર બોર્ડ પણ વધુપડતું સચેત થઈ ગયું હતું. તેઓ સર્ટિફિકેશન બોર્ડની જગ્યાએ સેન્સર બોર્ડની જેમ વર્તન કરવા લાગ્યા હતા. મારી ઘણી ફિલ્મોનો વિરોધ થયો હતો જેનું કારણ હું હજી સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આવો વિરોધ એક મેસેજથી શરૂ થઈ જાય છે. તમે એક વ્યક્તિને કોઈ મેસેજ કરો કે એ ભારતભરમાં પહોંચી જાય છે જે માત્ર એક અફવા હોય છે. આપણે હંમેશાં નેગેટિવિટીને સાચી માનવા માટે તત્પર હોઈએ છીએ. ‘પદ્માવતી’નો વિરોધ ખોટો છે. ‘પદ્માવતી’ રિલીઝ થાય અને ત્યાર બાદ કોઈને પ્રૉબ્લેમ હોય તો હું સમજી શકું, પરંતુ જોતાં પહેલાં જ તેમને પ્રૉબ્લેમ હોય એ મારી સમજની બહાર છે.’બૉલીવુડ અને ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર ગણાતા એક્ટર રવિ કિશને કહ્યું હતું કે પદ્માવતી ફિલ્મનો વિરોધ જોયા વગર ન કરવો જોઈએ. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે નર્મદાની મુલાકાતે આવેલા રવિકિશને કહ્યું હતું કે મોદી અદભુત પ્રધાનમંત્રી છે અને ગુજરાતમાં ૧૫૦થી વધું બેઠકો ગુજરાતમાં આવશે.અયોધ્યામાં રામ મંદિર વિશે બોલતા તેમણે જણાવ્યું કે મંદિરનું સ્થાન હોઈ ત્યાં મંદિર હોવું જોઈએ. સત્ય તે છે કે તે રામજીનું મંદિર છે.મોઘલો દેશના ઇતિહાસની તોડફોડ કરી નાખી છે.
વિકાસના મુદ્દા પર વાત કરતાં તેમણે કહ્યું કે વિકાસ ગાંડો નથી થયો. કોંગ્રેસ પાસે કોઈ નેતા જ નથી. તેમ તેમણે ભોજપુરી અંદાજમાં કહ્યું હતું.બૉલીવુડ અને ભોજપુરી ફિલ્મો ના સુપર સ્ટાર ગણાતા એક્ટર રવિ કિશન નર્મદા જિલ્લામાં આવ્યા છે જ્યાં તેવોએ પદમાવતી ફિલ્મના વિવાદ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે તેમજ ગુજરાત ની ચૂંટણી માં તેઓ ભાજપ ના સ્ટાર પ્રચારક તરીકે આવશે અને ખાસ સુરત તેમજ અન્ય શહેરો કે જ્યાં ઉત્તર ભારતીયો રહે છે ત્યાં જવાના છે.પદ્માવતી ફિલ્મનો વિરોધ જોયા વગરના કરવો જોઈએ ફિલ્મ સાથે કરોડો લોકોની રોજગારી જોડાયેલી છે તેમ પણ કહ્યું હતું.

Related posts

વજન ઘટાડવાની દવા ઘાતક પુરવાર થઇ શકે છે : રિપોર્ટ

aapnugujarat

મન બિમારીનું પ્રવેશદ્વાર

editor

भाजपा नेता प्रवेश वर्माने कहा मोदी-शाह के राज में हिन्दु सलामत नहीं….सुरक्षित नही…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1