Aapnu Gujarat
શિક્ષણ

અનેક શાળા દ્વારા ત્રિમાસિક ધોરણે ફી વસુલાતનો પ્રારંભ

રાજયની સ્વનિર્ભર શાળાઓની વાર્ષિક શૈક્ષણિક ફી, ફી નિર્ધારણ કમિટી ધ્વારા નક્કી ન થાય ત્યાં સુધી આવી શાળાઓની અગાઉના વર્ષની નિયત થયેલી ફીની ત્રૈમાસિક રકમ જે તે શાળા સંચાલક મંડળે વાલીઓ પાસેથી લેવાની રહેશે એવા શિક્ષણ વિભાગના નિર્ણયના પગલે રાજયની અમદાવાદ, રાજકોટ અને વડોદરા શહેરની નમાંકિત શાળાઓએ આ સુચનાનો અમલ ૫૦ શાળાઓએ શરૂ કરી દીધો છે. અમદાવાદ શહેરની ૨૭, રાજકોટ શહેરની ૨ અને વડોદરા શહેરની ૨૧ શાળાઓના સંચાલક મંડળે ફી નિર્ધારણ કમિટી દ્વારા નક્કી થાય તેમાં ત્રૈમાસિક ધોરણે ચુકવાયેલ ફીની રકમ સરભર કરવાની ખાતરી સાથે શાળાની આગલા વર્ષની શૈક્ષણિક ફીની રકમની ત્રૈમાસિક ફીના ધોરણે શાળાની ફી ચુકવવા માટે વાલીઓને જાણ કરી તે મુજબની રકમ વસુલવાનો પ્રારંભ પણ કરી દીધો છે. શાળા સંચાલક મંડળોએ વાલીઓને એમ પણ જણાવ્યું છે કે, ફી નિર્ધારણ કમિટી દ્વારા ફીની રકમ નક્કી થયે ચુકવાયેલ રકમ સરભર કરી દેવામાં આવશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજયમંત્રી નાનુભાઈ વાનાણીએ રાજય સરકારના આ નિર્ણયનો અમલ કરવા બદલ શાળા સંચાલકોને અભિનંદન સાથે આભાર પણ માન્યો હતો. જે શાળા સંચાલક મંડળોએ ત્રૈમાસિક ધોરણે ફી વસુલવાનું નક્કી કર્યું છે તેમાં અમદાવાદ શહેરની અમ્રિતા વિદ્યાલયમ, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કુલ, એશિયા ઈગ્લિશ સ્કુલ, આવિશ્કાર સ્કુલ, નિરમા વિદ્યાવિહાર, સંત કબીર સ્કુલ નવરંગપુરા, સંત કબિર સ્કુલ ડ્રાઈવિંગ રોડ, વિદ્યાવિહાર ઈગ્લિશ મીડીયમ સ્કુલ, શાંતિ એશિયાટીક સ્કુલ, નિરર્માણ સ્કુલ ઉદગમ સ્કુલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કુલ, આનંદનિકેતન, શિલજ, આનંદનિકેતન સેટેલાઈટ, આનંદનિકેતન બોડકદેવ આનંદનિકેતન ભાડજ, આનંદનિકેતન સુઘડ, જેમ્સ ગણેશીસ સ્કુલ, ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશન સ્કુલ, કોસ્મોસ ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કુલ, સત્વવિકાસ સ્કુલ, ખ્યાતિ વર્ડ સ્કુલ અને રચના સ્કુલનો સમાવેશ થાય છે.

Related posts

ગુજરાત શિક્ષણ પાછળ નાણાં ખર્ચવામાં છેક ૧૬માં ક્રમે

aapnugujarat

થરા કોલેજમાં રાસ ગરબાનું આયોજન કરાયું

aapnugujarat

डिग्री इंजीनियरिंग में ४० हजार बैठक अभी भी खाली

aapnugujarat

Leave a Comment

URL