Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સોનાની કિંમતોમાં ઉછાળની શક્યતા

આવી રહેવા વિવિધ આર્થિક અને રાજકીય સમાચારોની વચ્ચે અને ડોલર નરમ પડવાની સાથે રોકાણકારોએ મોટા પાયે સોનામાં રસ દર્શાવતા છેલ્લા છ સપ્તાહમાં પહેલી વાર ગોલ્ડ ફ્યુચર્સ ૧૩૦૦ ડોલરની ઉપર જતો રહ્યો છે. સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડોલરમાં સૌથી નીચા મથાળે ટ્રેડ થતા બુલિયન છેલ્લા ચાર દિવસમાં સૌપ્રથમ વખત વધ્યુ હતું.ચાલુ સપ્તાહના અંતમાં ફેડરલ ઓક્ટોબરમાં ફૂગાવો નરમ પડ્યો હતો કે તેની આગાહી કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ફેડના અધ્યક્ષ જેનેટ યેલ્લેને પાછલા સપ્તાહે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે દરોમાં ઝડપથી વધારો કરવાથી મધ્યસ્થ બેન્કના ટાર્ગેટ કરતા પણ ફૂગાવો નીચે જવાનું જોખમ છે.
૩૧ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ગોલ્ડ આશરે ૧૩ ટકા ઉપર છે અને ૨૦૧૦ પછી આ વર્ષ શ્રેષ્ઠ પૂરવાર થયું છે, જેની પાછળ જિયોપોલિટીકલ તણાવ સલામત રોકાણ તરીકે ધાતુની માગમાં વધારો કરી રહ્યું છે અને રેટ પોલિસી અંગે અમેરિકન મધ્યસ્થ બેન્કરોમાં મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે.
પાછલા સપ્તાહે જારી કરવામાં આવેલી મિનીટસ ઓફ મિટીંગે કન્ઝ્યુમર પ્રાઇસ ગેઇન માટેની ઓછી અપેક્ષાઓ તરફે ચિંતા વ્યક્ત કરી હતી. ન્યુયોર્ક સ્થિત આરબીસી વેલ્થ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ ગેરોએ જણાવ્યું હતું કે નરમ ડોલર ગોલ્ડ અને શોર્ટ કવરીંગ કરતા ટ્રેડર્સને પ્રોત્સાહન આપે છે.
એસેટ એલોકેટર્સ નજીકથી ગોલ્ડના ૧૩૦૦ ડોલરની સપાટી પર નજર રાખી રહ્યા છે. ન્યુયોર્ક ખાતેના કોમેક્સમાં રાત્રે ૧,૩૩ વાગ્યે ગોલ્ડ ફ્યુચર્સ ૦.૫ ટકા વધીને ૧૨૯૮.૯૦ ડોલરના મથાળે સ્થિર થયો હતો.૧૬ ઓક્ટોબરથી અત્યાર સુધી અત્યંત સક્રિય વાયદો ક્યારે પણ ૧૩૦૦ ડોલરની ઉપર ટ્રેડ થયો નથી. બીએમઆઇ રિસર્ચમાં જણાવ્યા અનુસાર ગોલ્ડની કિંમત ૨૦૧૮માં સરેરાશ ૧૩૦૦ ડોલરની આસપાસ રહેવાની ધારણા સેવાય છે. ફ્યુચર્સ ચાલુ વર્ષે સરેરાશ ૧૨૬૦ ડોલરની રેન્જમાં રહ્યા છે.

Related posts

Various committees formed by Lok Sabha speaker Om Birla

aapnugujarat

નેપિયર વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પર વિજય

aapnugujarat

મોદી ૧૦૦ દિવસમાં ૨૫ પ્રોજેક્ટો શરૂ કરવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1