Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સઇદને છોડવાના હુકમને લઇ ભારત લાલઘૂમ

મુંબઈ ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત ઉદ દાવાના લીડર હાફીઝ સઇદની મુક્તિનો આદેશ કરવામાં આવ્યા બાદ ભારતે આજે જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી. પાકિસ્તાનમાં નજરકેદમાંથી હાફીઝને છોડી મુકવાના પાકિસ્તાનના આદેશને લઇને ભારતે આજે જોરદાર ઝાટકણી કાઢી હતી. ત્રાસવાદીઓને મુખ્યધારામાં લાવવાના પ્રયાસ પડોશી દેશમાં કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રઇશ કુમારે આજે કહ્યું હતું કે, ત્રાસવાદીઓને પાકિસ્તાનમાં સમર્થન મળી રહ્યું છે તે બાબત ફરીવાર સાબિત થઇ ગઇ છે. કુમારે ઉમેર્યું હતું કે, સઇદની મુક્તિ સાબિતી આપે છે કે, પડોશી દેશ પાકિસ્તાન ત્રાસવાદીઓને સજા કરવાને લઇને બિલકુલ ગંભીર નથી. વિશ્વના દેશોને પાકિસ્તાન દ્વારા ગેરમાર્ગે દોરવાના કામ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારત આ વલણને કઠોરરીતે ઝાટકી કાઢે છે. મુંબઈ હુમલાની વરસીના થોડાક દિવસ પહેલા જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ન્યાયિક સમીક્ષા બોર્ડે બુધવારના દિવસે તેની મુક્તિના આદેશ જારી કરી દીધા હતા. હાફીઝ સઇદને જાન્યુઆરીથી લઇને હજુ સુધી તેના ઘરમાં જ નજરકેદમાં રાખવામાં આવ્યો હતો. હાફીઝની નજરબંધીને ત્રણ મહિના સુધી વધારી દેવા માટેની સરકારની અપીલને સમીક્ષા બોર્ડે ગઇકાલે ફગાવી દીધી હતી. ગયા મહિને બોર્ડે સઇદની નજરબંધીને ૩૦ દિવસ માટે વધારી દેવાનો નિર્ણય કર્યો હતો. હવે ન્યાયિક બોર્ડના બુધવારના આદેશ બાદ હાફીઝ સઇદની મુક્તિ માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. આ બોર્ડમાં લાહોર હાઈકોર્ટના પણ કેટલાક જજ સામેલ રહ્યા છે. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા જ પાકિસ્તાનની પંજાબ સરકારે સઇદને ન્યાયિક સમીક્ષા બોર્ડની સમક્ષ રજૂ કરી શકે છે. તેની નજરબંધીને ત્રણ મહિના સુધી વધારવાની પણ માંગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, સઇદને નજરબંધી મુક્ત કરવામાં આવશે તો પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. ૩૧મી જાન્યુઆરીના દિવસે સઇદ અને તેના ચાર સાગરિતો અબ્દુલ્લા ઉબેદ, મલિક ઝફર, અબ્દુલ રહેમાન અને કાઝી હુસૈનને પંજાબ સરકાર દ્વારા અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા અને એન્ટ ટેરેરિઝમ એક્ટ હેઠળ ૯૦ દિવસ માટે અટકાયત કરી હતી. સરકાર જુદા જુદા આરોપસર ત્રણ મહિના સુધી કોઇ આરોપીને અટકાયતમાં લઇ શકે છે પરંતુ અટકાયતને લંબાવવા માટે રિવ્યૂ બોર્ડની મંજુરી લેવી પડશે. ભારત અને અમેરિકા તરફથી દબાણ વધારી દેવામાં આવ્યા બાદ તેને અટકાયતમાં રાખવાનો નિર્ણય કરવામાં આવી શકે છે. અમેરિકાએ સઇદ ઉપર ૧૦ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.

Related posts

હું ક્યારેય ઉપ રાષ્ટ્રપતિ બનવા ઈચ્છતો ન હતો : વેંકૈયા નાયડુ

aapnugujarat

क्या PM मोदी ने चीन को क्लीन चिट दे दिया : चिदंबरम

editor

મતદાનની ટકાવારીને લઇ રાજકીય પક્ષોની ગણતરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1